ગુજરાતી સિનેમા Movies

મારા ડાયલોગ્સ વાયરલ થતા જોઈને આનંદ થાય છે: ‘હેલ્લારો’ના અભિનેત્રી નીલમ પંચાલ

નેશનલ એવોર્ડ વિજેતા ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ ગોઆના આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં ઇન્ડિયન પેનોરમા વિભાગમાં ઓપનિંગ ફિલ્મ તરીકે પ્રદર્શિત કરવામાં આવી હતી. આ ખાસ પ્રસંગે ઉપસ્થિત ફિલ્મના અભિનેત્રી નીલમ પંચાલે તેમના અનુભવો અને ફિલ્મ અંગે જણાવ્યું.

આ પણ વાંચો: #IFFI ‘હેલ્લારો’ ફક્ત ગુજરાતીઓની નહીં, બધાની ફિલ્મ છે: અભિષેક શાહ

મૂળ ગુજરાતના અને હાલ મુંબઈમાં વસવાટ કરતા નીલમ પંચાલ વર્ષોથી અભિનયક્ષેત્રે સંકળાયેલા છે. નીલમ ફિલ્મ હેલ્લારોમાં તેમના પાત્ર ‘લીલા’ દ્વારા ખૂબ જાણીતા બન્યા છે. નીલમબેન તેમના અનુભવ વિશે વાત કરતા જણાવે છે કે, ‘જ્યારે આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં તેમની ફિલ્મથી ઓપનિંગ થતું હોય તો એ અનુભવ વર્ણવી શકાય તેમ નથી.’ જુઓ ઇન્ટરવ્યુ:

‘ગરબાના બદલામાં રાજપાટ આપી દઉં પણ મારી પાસે છે નહીં’ અને ‘નાચ્યા તો નાચ્યા કોઈએ જોયું છે ક્યાં’ જેવા ડાયલોગ બધે જ લોકપ્રિય બન્યા છે. લોકો તેમને સોશિયલ મીડિયાના અલગ અલગ માધ્યમો દ્વારા તેમના આ ડાયલોગ માટે શુભેચ્છાઓ આપી રહ્યા છે. ‘કાબીલ’ ફિલ્મમાં ઋત્વિક રોશન સાથે કામ કરી ચૂકેલા નીલમ ‘એક ડાળના પંખી’ ‘ખોબો ભરીને જિંદગી’ ‘ઇશ્કબાઝ’, ‘હમારી દેવરાની’ , ‘ક્રાઈમ પેટ્રોલ’ જેવી અનેક ગુજરાતી, મરાઠી,હિંદી સિરિયલમાં જોવા મળ્યા છે. હેલ્લારો તેમની પહેલી ગુજરાતી ફિલ્મ છે જે સ્પેશ્યલ કેટેગરીમાં તેમને નેશનલ એવોર્ડ પણ અપાવી ચુકી છે આથી તેઓ ખૂબ જ ઉત્સાહિત છે.

આ પણ વાંચો:…અને વિશા બની ગયા ‘મહેક – મોટા ઘરની વહુ’, વાંચો કેવી રીતે મળ્યો આ રોલ ?

ફિલ્મના દિગ્દર્શક અભિષેક શાહ અને લેખક સૌમ્ય જોશીની તેઓ ખૂબ જ પ્રશંશા કરતા જણાવે છે, ‘આ લોકોએ વાર્તા જ એટલી સુંદર બનાવી હતી કે ફિલ્મમાં તેઓ પોતાને કામ કરતા રોકી જ ન શકે. અને અંતે પરિણામ સૌની સામે છે કે અમારી ફિલ્મ નેશનલ એવોર્ડ જીતી ચૂકી છે.’

 

0 comments on “મારા ડાયલોગ્સ વાયરલ થતા જોઈને આનંદ થાય છે: ‘હેલ્લારો’ના અભિનેત્રી નીલમ પંચાલ

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: