Television

શું ‘બિગ બોસ’માં ક્યારેય ભાગ નહીં લે કરણ પટેલ? અભિનેતાએ જણાવ્યું કારણ

ટીવીનો સૌથી વિવાદાસ્પદ શો બિગ બોસ ૧૩ ટોક ઓફ ધ ટાઉન બની ગયો છે. બિગ બોસને લઈને ચાહકો ઉપરાંત ટીવી એક્ટર્સ પણ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. તાજેતરમાં ટીવીના મોસ્ટ પોપ્યુલર અને હેન્ડસમ કરણ પટેલે આ શોને લઈને પોતાનો મત જણાવ્યો.

View this post on Instagram

Just ….

A post shared by Karan Patel (@karan9198) on

કરણે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે તે બિગ બોસના ઘરમાં ક્યારેય નહીં જાય. કરણે જણાવ્યું કે, તે પોતાના ગુસ્સા પર કાબૂ નથી રાખી શકતો અને બિગ બોસના લેવલની હિંસા પણ સહન નથી કરી શકતો. “હું કોઈ પણ હાલતમાં પોતાને બિગ બોસના ઘરમાં નથી જોઈ શકતો. મને નથી લાગતું કે મારામાં એટલી સહનશક્તિ છે કે હું એ લોકો સાથે ઘરમાં રહી શકું. હું હિંસાના એ સ્તર સુધી ન જઈ શકું જેને જોઈને મારા પરિવાર અને મિત્રોને કોઈ મુશ્કેલી થાય. હું ૩ મહિના સુધી કોઈ બીજી વ્યક્તિ બનીને ન જીવી શકું.”

‘યે રિશ્તા..’માં થવાનું છે કાયરવનું મોત? કોણ છે નાયરા-કાર્તિકના દીકરાનો હત્યારો

કરણે એવું પણ જણાવ્યું કે ‘ખતરોં કે ખિલાડી’ શોનો ભાગ બનીને તે બહુ ખુશ છે અને તે એક લાઈફટાઈમ અનુભવ છે. ઉલ્લેખનીય છે કે, ‘યે હૈ મોહબ્બતેં’માં કરણની વાપસી થઈ ગઈ છે. શોમાં પોતાની કો-સ્ટાર ઈશિતા વિશે કરણે કહ્યું કે તેઓ બંને સારા મિત્રો છે અને તેમની ઓફ-સ્ક્રીન કેમેસ્ટ્રી પણ સારી છે.

એન્ડ ટીવીની ફેમસ સિરીયલ ‘લાલ ઈશ્ક’માં દેખાશે અમદાવાદી છોકરો ધ્યેય મહેતા

Image source: Instagram

0 comments on “શું ‘બિગ બોસ’માં ક્યારેય ભાગ નહીં લે કરણ પટેલ? અભિનેતાએ જણાવ્યું કારણ

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: