Television

‘યે રિશ્તા..’માં થવાનું છે કાયરવનું મોત? કોણ છે નાયરા-કાર્તિકના દીકરાનો હત્યારો

સિરીયલ ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ મજેદાર ટ્વીસ્ટને લીધે દર્શકોમાં અતિશય જાણીતી બની છે. હાલમાં તો સિરીયલની વાર્તા કાર્તિક અને નાયરાના દીકરા કાયરવ પર કેન્દ્રિત છે. આ પરિવાર પહેલાથી જ મુશ્કેલીમાં છે અને હવે અક્ષતે નાયરાના દીકરા કાયરવને કિડનેપ કરી લીધો છે. તે ગોયંકા પરિવાર પાસે પૈસાની માગણી કરી રહ્યો છે.

આ બધા ડ્રામા વચ્ચે વેદિકાનું સત્ય પણ ગોયંકા પરિવાર સામે આવી ગયું છે. વેદિકાએ એ વાતની કબૂલાત કરી લીધી છે કે તે અક્ષત સાથે હતી અને અમુક કારણોસર તેની અને અક્ષતની સગાઈ તૂટી ગઈ હતી. વેદિકા જ કાયરવના કિડનેપ થવાની વાત કરે છે અને એ પછી કાર્તિક અને નાયરા વેદિકાને સપોર્ટ કરે છે.

રાહુલ પટેલઃ’ધ વર્ડિક્ટ’ સહિત સંખ્યાબંધ શૉ લખનાર આ યુવાન એક સમયે કરિયાણાની દુકાનમાં કરતા હતા કામ

રિપોર્ટ્સ મુજબ વેદિકા કાર્તિક-નાયરાના દીકરાને બચાવવાનો પ્રયત્ન કરશે અને ગોયંકા પરિવાર પૈસા આપવાની ના પડશે ત્યારે અક્ષત કાયરવને ખીણમાં ફેંકી દેશે. અક્ષતને બચાવવામાં કાર્તિક-નાયરા સફળ થશે કે કેમ એ તો આવનારા સમયમાં ખબર પડશે. તો બીજી તરફ આ શોના મેકર્સ મોટો લીપ લાવવાનું વિચારી રહ્યા છે અને એ પછી કાર્તિક-નાયરા એટલે કે શિવાંગી જોશી અને મોહસિન ખાનની વિદાય થઈ જાય તેવી શક્યતા છે.

Image source: Instagram

0 comments on “‘યે રિશ્તા..’માં થવાનું છે કાયરવનું મોત? કોણ છે નાયરા-કાર્તિકના દીકરાનો હત્યારો

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: