Bollywood

‘હંગામા ૨’માં શિલ્પા શેટ્ટી-પરેશ રાવલ જોડાયા, જાણો લીડ જોડી કોણ હશે?

સુપરહીટ કોમેડી ફિલ્મ ‘હંગામા’નો બીજો ભાગ બનવા જઈ રહ્યો છે તે સમાચાર આવ્યા બાદ તેમાં કાસ્ટ કોણ હશે તેના વિશે સૌ જાણવા માગતા હતા. હવે રિપોર્ટ્સ મુજબ શિલ્પા શેટ્ટી, પરેશ રાવલ, મિઝાન જાફરી, પ્રનિતા સુભાષના નામ ફાઈનલ થઈ ગયા છે.

hungama 2

ડિરેક્ટર પ્રિયદર્શને અગાઉ જણાવ્યું હતું કે તેઓ પરેશ રાવલ, શક્તિ કપૂર અને રાજપાલ યાદવને બીજા ભાગમાં પણ લેવા માગે છે. તો શિલ્પા શેટ્ટી માટે ૨૦૨૦નું વર્ષ કમબેકનું રહેશે. શિલ્પાએ ૧૩ વર્ષ પછી ફિલ્મ ‘નિકમ્મા’ સાઈન કરી અને હવે તે હંગામા ૨માં પણ જોવા મળશે. ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મની વાર્તા એકદમ નવી હશે. શિલ્પા શેટ્ટી એક ગ્લેમરસ અને મહત્વકાંક્ષી મહિલાનો રોલ ભજવશે.

સલમાન ખાન વિશે અનિલ કપૂરે કહ્યો મજેદાર કિસ્સો, હવાઈ મુસાફરી દરમ્યાન આવું થયું હતું!

પહેલા ભાગમાં અક્ષય ખન્ના અને રિમી સેન લીડ જોડી હતી તો આ વખતે મિઝાન અને પ્રનિતા જોવા મળશે. ઉલ્લેખનીય છે કે, જાવેદ જાફરીના દીકરા મિઝાન જાફરીએ આ વર્ષે સંજય લીલા ભણસાલી બેનર હેઠળની ‘મલાલ’ ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું. સાઉથ એક્ટ્રેસ પ્રનિતા હંગામા ૨ સિવાય ‘ભુજ ધ પ્રાઈડ ઓફ ઇન્ડિયા’માં પણ જોવા મળશે.

View this post on Instagram

Hello Weekend ✨

A post shared by Pranitha Subhash (@pranitha.insta) on

Image source: Instagram

0 comments on “‘હંગામા ૨’માં શિલ્પા શેટ્ટી-પરેશ રાવલ જોડાયા, જાણો લીડ જોડી કોણ હશે?

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: