Bollywood Movies

બોલિવુડમાં અભિનેત્રીઓને જોઈએ તેટલું સન્માન નથી આપવામાં આવતું: તાપસી પન્નુ #IFFI

બૉલીવુડની દમદાર અભિનેત્રી તાપસી પન્નુએ ‘બદલા’, ‘પિંક’ , ‘બેબી’ ‘નામ શબાના’, ‘સાંડ કી આંખ’ જેવી ફિલ્મોમાં પોતાના અભિનયના સહારે ઇન્ડસ્ટ્રીમાં પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

ગોઆના આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ અંતર્ગત યોજાયેલા એક સેશન ‘women in lead’ દરમિયાન તાપસીએ મધુમિતા મુખર્જી સાથે થયેલી વાતચીતમાં ખુલ્લા મને ઇન્ડસ્ટ્રી અંગે અને અને પોતાની કરિયર અંગે અનેક અજાણી વાતો કરી હતી.

તાપસીએ જણાવ્યું કે આજે પણ ઇન્ડસ્ટ્રીમાં અભિનેત્રીઓને જોઈએ તેટલું સન્માન નથી આપવામાં આવતું. તેણે અભિનેતાઓ અને અભિનેત્રીઓની ફીમાં રહેલા મોટા તફાવત અંગે પણ વિરોધ નોંધાવી જણાવ્યું હતું કે હવે અભિનેત્રીઓ પણ પોતાના જોર પર ફિલ્મ સફળ બનાવી શકે છે તો પછી આવો તફાવત કેમ!

દીપિકા ઉત્સાહમાં બોલી ગઈ- આલિયા જલ્દી લગ્ન કરવા જઈ રહી છે, આલિયાએ કહ્યું કે…

‘સાંડ કી આંખ’ માં મોટી ઉંમરના વ્યક્તિનું પાત્ર કરતા પોતાને થોડો પણ ડર ન લાગ્યો હોવાનું જણાવતા તાપસી કહે છે, હું એક બોલ્ડ વ્યક્તિ છું અને મારા દરેક કામને એક ચેલેન્જ તરીકે સ્વીકાર કરું છું. 70 વર્ષના વ્યક્તિના પાત્રને ભજવવું અઘરું તો હતું જ પરંતુ સ્ત્રીઓને પ્રેરણા આપતી આ ફિલ્મમાં કામ કરવું ખૂબ ગમ્યું હતું.

‘બદલા’ અને ‘પિંક’ માં અમિતાભ બચ્ચન સાથે કામ કરી ચુકેલી તાપસી પન્નુ અમિતાભ બચ્ચન પાસેથી કામ કરીને ખૂબ જ શીખવા મળ્યું હોવાનું જણાવે છે. તાપસી પોતે ફિલ્મની ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં કામ કરતી હોવા છતાં ખૂબ લો પ્રોફાઈલ વ્યક્તિ હોવાનું જણાવે છે. ઘરમાં પ્રવેશ્યા પછી તે તેનું સ્ટારડમ ભૂલીને પોતાના પરિવારને ખાસ સમય ફાળવે છે.

જેકી શ્રોફ અને જોન અબ્રાહમ સાથે કામ કરવામાં મજા આવે છે: અનિલ કપૂર #IFFI

આગામી વર્ષ 2020માં પોતાની આશરે 6 જેટલી ફિલ્મો રીલીઝ થવાની હોવાનું જણાવતા તાપસી કહે છે તે કોઈ પણ રોલને પસંદ કરવા માટે ખૂબ વિચારે છે ત્યારબાદ તે પાત્ર સાથે પોતાની જાતને સરખાવે છે અને જો તે પાત્રને ન્યાય આપી શકાય તેવું લાગે તો જ ફિલ્મ સાઈન કરે છે.

Image source: Instagram

0 comments on “બોલિવુડમાં અભિનેત્રીઓને જોઈએ તેટલું સન્માન નથી આપવામાં આવતું: તાપસી પન્નુ #IFFI

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: