Bollywood

26/11 આતંકી હુમલા પર આધારિત આ ફિલ્મોમાં જોવા મળી એ જ ભયાનક અને હૃદયદ્રાવક ઘટના

વર્ષ ૨૦૦૮ અને તારીખ ૨૬/૧૧. આખો દેશ સદમામાં હતો. લોકો ડરી ગયા હતા અને ટીવી પરના દ્રશ્યો જોઈને હચમચી ગયા હતા. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં સૌથી મોટો આતંકી હુમલો થયો હતો અને તેનો ચિત્કાર આજે પણ સંભળાય છે. આ ભયાનક અને હૃદયદ્રાવક ઘટનાને અનેક ફિલ્મમેકર્સે પડદા પર ઉતારી છે. આજે આ હુમલાની ૧૧મી વરસીએ એ ફિલ્મો વિશે જાણીએ…

હોટેલ મુંબઈ:

તાજેતરમાં ૨૯ નવેમ્બરે રિલીઝ થયેલી અનુપમ ખેરની ફિલ્મ ૨૬/૧૧ પર આધારિત છે અને તેના ડિરેક્ટર એન્થોની મરાસનો દાવો છે કે આં ફિલ્મ ૨૬/૧૧ના હુમલા દરમ્યાન થયેલા ઓરીજનલ ફોન કોલની ટ્રાન્સ્ક્રિપ્ટ પર આધારિત છે. આ ફિલ્મમાં ‘સ્લમડોગ મિલ્યોનેર’ ફેમ દેવ પટેલ મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મમાં એક શેફની વાર્તા છે, જે હોટેલમાં રોકાયેલા ગેસ્ટને બચાવે છે.

આ પણ વાંચો:કંગના રનૌત પ્રોડ્યુસર તરીકે બનાવશે ‘અપરાજિત અયોધ્યા’, રામ મંદિર પર આધારિત હશે ફિલ્મ

ધ અટેક ઓફ ૨૬/૧૧:

મુંબઈ હુમલા પર આધારિત આ સૌથી પહેલી ફિલ્મ રામ ગોપાલ વર્માએ બનાવી હતી. જો કે, આ ફિલ્મ આ હુમલાના મુખ્ય આરોપી અજમલ કસાબના ટ્રાયલ પર આધારિત હતી, જેને પોલીસે જીવતો પકડ્યો હતો. આ ફિલ્મ ૨૦૧૩માં આવી હતી અને નાના પાટેકર લીડ રોલમાં હતા. તેમનું પાત્ર પોલીસ કમિશનર રાકેશ મારિયાથી પ્રેરિત હતું, જેમણે શરૂઆતથી અંત સુધી આ કેસને હેન્ડલ કર્યો હતો.

તાજ મહલ:

આ હુમલામાં અનેક વિદેશી નાગરિકો પણ ફસાયા હતા. આવા જ અમુક કપલ્સની વાર્તા પરથી સ્પેનિશ ફિલ્મ તાજ મહલ બનાવવામાં આવી હતી. ૨૦૦૫માં આવેલી આ ફિલ્મને નિકોલસ સાદે ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મ વેનિસ ફિલ્મ ફેસ્ટિવલના ૭૨મા એડિશનમાં રજૂ થઈ હતી.

આ પણ વાંચો:મધુબાલા પર બાયોપિક બનાવશે ઈમ્તિઆઝ અલી, કોણ હશે એક્ટ્રેસ?

બોમ્બે ડાયરીઝ:

ફિલ્મો ઉપરાંત આ હુમલા પર આધારિત વેબ સિરીઝ ‘બોમ્બે ડાયરીઝ’ પણ બની રહી છે જેને નિખીલ અડવાણી ડિરેક્ટ કરી રહ્યા છે. સિરીઝમાં કામા હોસ્પિટલ પર થયેલો હુમલો દર્શાવવામાં આવશે. જો કે, તેની રિલીઝ ડેટ હજુ નક્કી નથી.

Image source: Instagram

0 comments on “26/11 આતંકી હુમલા પર આધારિત આ ફિલ્મોમાં જોવા મળી એ જ ભયાનક અને હૃદયદ્રાવક ઘટના

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: