બોલીવુડ એક્ટર રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નને લઈને સમાચારો છપાયા કરતા હોય છે. જો કે, આ કપલ તરફથી કોઈ ઓફીશીયલ જાહેરાત થઈ નથી. તાજેતરમાં એક ઇન્ટરવ્યુ દરમ્યાન દીપિકાએ આલિયા ભટ્ટ સામે તેના લગ્નની વાત કરી નાખી.
ફિલ્મ કમ્પેનિયનના એક ઇન્ટરવ્યુમાં દીપિકા પદુકોણ, આલિયા ભટ્ટ, રણવીર સિંહ, આયુષ્માન ખુરાના, મનોજ બાજપાઈ ઉપરાંત સાઉથના કલાકારો વિજય દેવરકોન્ડા, વિજય સેથુપતિ, પાર્વતી હાજર રહ્યા હતા. ત્યારે અર્જુન રેડ્ડી સ્ટાર વિજય દેવરકોન્ડાએ કહ્યું કે, તેને દીપિકા અને આલિયા પર ક્રશ રહી ચૂક્યો છે અને આ વાત કહેવામાં તેને કોઈ ખચકાટ નથી. આ સાથે વિજયે કહ્યું કે હવે તો કંઈ ન થાય કેમકે દીપિકાના લગ્ન થઈ ગયા છે. તો દીપિકા તરત જ બોલી કે ‘અને આલિયાના લગ્ન જલ્દી થવા જઈ રહ્યા છે.’
શાહરુખ ખાનની ફિલ્મમાં કામ કરશે અભિષેક બચ્ચન, બનશે ‘કોન્ટ્રાક્ટ કિલર’
આ વાત પર વિજયે પણ દીપિકાનું સમર્થન કર્યું. બીજી તરફ આલિયાએ દીપિકાને કહ્યું કે તું આવી જાહેરાત શા માટે કરે છે અને દીપિકાને એવું લાગ્યું કે તે વધુ પડતું બોલી ગઈ એટલે તેણે કહ્યું સોરી હું મારી રીતે જ બોલી એવું કંઈ નથી. મેં વિજયની પ્રતિક્રિયા જાણવા આવું કહ્યું.
રણબીર અને આલિયા ‘બ્રહ્માસ્ત્ર’માં પહેલી વખત સાથે કામ કરી રહ્યા છે અને તાજેતરમાં જ તેની વાર્તા અને ફિલ્મ વિશેની માહિતી બહાર આવી છે. વાંચો: ‘બ્રહ્માસ્ત્ર’ની વાર્તા, પહેલા ભાગમાં શું હશે? ‘એવેન્જર્સ’થી છે ખાસ કનેક્શન
0 comments on “દીપિકા ઉત્સાહમાં બોલી ગઈ- આલિયા જલ્દી લગ્ન કરવા જઈ રહી છે, આલિયાએ કહ્યું કે…”