Television

‘નાગિન ૪’નો પહેલો પ્રોમો રિલીઝ: શોમાં નિયા-જેસ્મિન સાથે આ અભિનેતા જોવા મળશે

લોકોનો મનપસંદ શો ‘નાગિન ૪’નો ફર્સ્ટ પ્રોમો રિલીઝ થઈ ગયો છે. એકતા કપૂરે સોશિયલ મીડિયા પર આ પ્રોમો શેર કર્યો હતો. શોમાં નિયા શર્મા-જેસ્મિન ભસીન સાથે મેલ લીડમાં કોણ દેખાશે તે સૌ જાણવા માગતા હતા અને હવે આ રોલ માટે વિજયેન્દ્ર કુમેરિયાનું નામ સામે આવ્યું છે.

View this post on Instagram

NAAGIN -BHAGYA KA ZAHREELA KHEL …coming sooon

A post shared by Erk❤️rek (@ektaravikapoor) on

પ્રોમોની વાત કરીએ તો તેની શરૂઆત બેકડ્રોપથી થાય છે જેમાં વિજયેન્દ્ર કુમેરિયા નિયા શર્માને એક ગુંડાથી બચાવતો દેખાય છે. જેવો એ નિયા તરફ જુએ છે ત્યાં તેને નિયાનો ફક્ત દુપટ્ટો દેખાય છે જેની નીચે એક મોટો સાપ નીકળે છે. આસપાસના લોકો આ જોઈને ભાગી જાય છે ત્યાં બીજી તરફ જેસ્મિન વિજયેન્દ્રની પાછળ ઊભી દેખાય છે.

ગ્રેસી સિંહ ફરી બનશે ‘સંતોષી મા’, લગાન અને મુન્નાભાઈ M.B.B.S. જેવી ફિલ્મો કરી છે

પ્રોમોના બીજા ભાગમાં વિજયેન્દ્ર એક મોટો દરવાજો ખોલે છે જ્યાં એક મોટો સાપ નિયા અને જેસ્મિન સાથે તેની તરફ આવે છે. આ પ્રોમો જોઈને દર્શકોની ઉત્કંઠા વધી ગઈ છે. શોને આ વખતે ‘ભાગ્ય કા ઝેહરીલા ખેલ’ નામ આપવામાં આવ્યું છે અને તે ડિસેમ્બરમાં શરુ થશે.

શ્વેતા તિવારીનો શો ‘મેરે ડેડ કી દુલ્હન’ શરુ થાય એ પહેલા જ વિવાદોમાં ફસાયો

Image source: Instagram

0 comments on “‘નાગિન ૪’નો પહેલો પ્રોમો રિલીઝ: શોમાં નિયા-જેસ્મિન સાથે આ અભિનેતા જોવા મળશે

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: