Bollywood

મલયાલમ સુપરસ્ટાર દુલકર સલમાન હવે થ્રિલર ફિલ્મમાં જોવા મળશે

મલયાલમ એક્ટર અને ‘કારવાં’, ‘ધ ઝોયા ફેક્ટર’ જેવી હિન્દી ફિલ્મો કરી ચૂકેલો દુલકર સલમાન પોતાના અભિનય વડે બધાને ઈમ્પ્રેસ કરવામાં સફળ રહ્યો છે. આજકાલ તે દુબઈમાં ફિલ્મ કુરૂપનું શુટિંગ કરી રહ્યો છે. શુટિંગ દરમ્યાન અભિનેતાનો એક ફોટો લીક થયો છે જેમાં તે રેટ્રો લુકમાં દેખાય છે. આ સિવાય તે ડિરેક્ટર જોય મેથ્યુની થ્રિલર ફિલ્મમાં પણ જોવા મળશે.

72279638_147700586521970_4798844339526162904_n

જોય પહેલા સ્ક્રિપ્ટ રાઈટર હતા અને પછી તેઓ ડિરેક્ટર બન્યા. આ થ્રિલર ફિલ્મમાં દુલકર એકદમ જુદા અને પડકારજનક રોલમાં જોવા મળશે. દુલકરના ચાહકો તેને અલગ અલગ રોલમાં જોવાનું પસંદ કરે છે.

‘બ્રહ્માસ્ત્ર’ની વાર્તા, પહેલા ભાગમાં શું હશે? ‘એવેન્જર્સ’થી છે ખાસ કનેક્શન (વાંચો)

ઉલ્લેખનીય છે કે દુલકર સાઉથ સુપરસ્ટાર મમૂટીનો દીકરો છે અને તે સારા વિષયની ફિલ્મો કરવાનું પસંદ કરે છે. તે સાઉથ ફિલ્મ ઉદ્યોગનો હાર્ટથ્રોબ તો છે જ અને હવે બોલીવુડમાં ફિલ્મો કર્યા બાદ તે વધુ જાણીતો બન્યો છે.

કંગના રનૌત પ્રોડ્યુસર તરીકે બનાવશે ‘અપરાજિત અયોધ્યા’, રામ મંદિર પર આધારિત હશે ફિલ્મ

Image source: Instagram

0 comments on “મલયાલમ સુપરસ્ટાર દુલકર સલમાન હવે થ્રિલર ફિલ્મમાં જોવા મળશે

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: