Bollywood Movies

‘બ્રહ્માસ્ત્ર’ની વાર્તા, પહેલા ભાગમાં શું હશે? ‘એવેન્જર્સ’થી છે ખાસ કનેક્શન (વાંચો)

જ્યારથી અયાન મુખર્જીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ની જાહેરાત થઈ છે ત્યારથી આ ફિલ્મ અંગે દર્શકોમાં ઉત્સુકતા છે. આ મલ્ટી-સ્ટારર ફિલ્મમાં અમિતાભ બચ્ચન, નાગાર્જુન, આલિયા ભટ્ટ, રણબીર કપૂર, મૌની રોય જેવા કલાકારો છે. તાજેતરમાં એવું જાણવા મળ્યું હતું કે રણબીર શિવાનો રોલ ભજવી રહ્યો છે જેની પાસે એવી શક્તિ છે કે હાથમાંથી આગ કાઢી શકે છે અને આલિયા ઈશાના પાત્રમાં જોવા મળશે જે રણબીરની પ્રેમિકા હોય છે. તો અમિતાભ બચ્ચન રણબીર કપૂરના ગુરુના રોલમાં અને નાગાર્જુન આર્કિયોલોજિસ્ટ તરીકે દેખાશે જે વારાણસીમાં પ્રાચીન મંદિરનું પુનર્નિર્માણ કરવા જઈ રહ્યા છે.

View this post on Instagram

magic. #brahmastra #agni #shivadiaries

A post shared by Ayan Mukerji (@ayan_mukerji) on

બોલીવુડ હંગામાના સોર્સ મુજબ ‘બ્રહ્માસ્ત્ર’ની વાર્તા ભગવાનના સૌથી શક્તિશાળી અસ્ત્ર ‘બ્રહ્માસ્ત્ર’ આસપાસ ફરશે. “આ એક પ્રાચીન અસ્ત્ર છે જે તૂટી ગયું છે અને ભારતની અનેક દેવભૂમિમાં તેના ટુકડા પડ્યા છે. આ ફિલ્મ ત્રણ ભાગમાં બનવા જઈ રહી છે ત્યારે પહેલા ભાગમાં એ દર્શાવવામાં આવશે કે શિવા (રણબીર કપૂર)ને પોતાની શક્તિ વિશે ખ્યાલ આવે છે અને કઈ રીતે તે એને ‘બ્રહ્માસ્ત્ર’ સુધી લઈ જાય છે. નાગાર્જુનનું પાત્ર આ બ્રહ્માસ્ત્ર શોધવામાં મહત્વનો રોલ ભજવશે.”

51533749_584062065402436_1893158261868947079_n

આ ફિલ્મમાં  મૌની રોય અને સૌરવ ગુર્જર નેગેટીવ રોલમાં જોવા મળશે અને તેમનું મિશન પણ ‘બ્રહ્માસ્ત્ર’ની શોધ હશે. “મૂળભૂત રીતે આ ફિલ્મમાં સારા અને દુષ્ટ લોકો વચ્ચે વિશ્વની સૌથી શક્તિશાળી વ્યક્તિ બનવા માટેની લડાઈ હશે અને તેમાં ભારતીય પૌરાણિક કથાઓનો સંદર્ભ હશે. આ ફિલ્મના વિઝ્યુઅલ ઈફેક્ટસ ઉત્કૃષ્ટ છે. આવતા વર્ષે જ્યારે ફિલ્મનું ટીઝર રિલીઝ થશે ત્યારે લોકોને અયાનની દ્રષ્ટિનો અંદાજો આવશે.”

કંગના રનૌત પ્રોડ્યુસર તરીકે બનાવશે ‘અપરાજિત અયોધ્યા’, રામ મંદિર પર આધારિત હશે ફિલ્મ

સૂત્રો મુજબ, “વારાણસીમાં ફિલ્મના બધા પાત્રો એકબીજા સામે ટકરાશે અને મોટાભાગની એક્શન સિકવન્સ ત્યાં જ શૂટ થઈ છે. આ સિકવન્સ જોઈને તમને એવેન્જર્સ યાદ આવી જશે જેમાં પણ સારા અને દુષ્ટ લોકો વચ્ચે વધુ શક્તિશાળી બનવાની લડાઈ થાય છે. એવેન્જર્સમાં એ વસ્તુ ઇન્ફીનીટી સ્ટોન હોય છે, અહીં બ્રહ્માસ્ત્ર છે.”

brahmastra

ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મમાં શાહરુખ ખાન પણ ખાસ રોલમાં જોવા મળશે. તેણે મુંબઈની ફિલ્મસિટીમાં સાતથી આઠ દિવસ પોતાના સીન્સ શૂટ કરી નાખ્યા છે. આ ફિલ્મ ૨૦૨૦માં રિલીઝ થશે.

સૈફ અલી ખાને અમૃતા સિંહને સફળતાનો શ્રેય આપ્યો, પૂર્વ પત્ની વિશે કહ્યું કે..

72605718_144796160188659_7508142451236687651_n

Image source: Instagram

0 comments on “‘બ્રહ્માસ્ત્ર’ની વાર્તા, પહેલા ભાગમાં શું હશે? ‘એવેન્જર્સ’થી છે ખાસ કનેક્શન (વાંચો)

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: