Bollywood Movies

જેકી શ્રોફ અને જોન અબ્રાહમ સાથે કામ કરવામાં મજા આવે છે: અનિલ કપૂર #IFFI

૨૨ નવેમ્બરે આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાના ભાગરૂપે ગોઆની કલા એકેડમી ખાતે લોકોની સખત ભીડ જામી હતી જેમાં સૌથી વધુ હતી યુવતીઓ અને તેનું કારણ હતું સદાબહાર અભિનેતા અનિલ કપૂર. આજે પણ ચાર્મિંગ અને ડેશીંગ દેખાતા અનિલ કપૂરનું અહીં તેમના ચાહકો દ્વારા જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. અનિલ કપૂરની સાથે જાણીતા દિગ્દર્શક અનિસ બાઝમી અને અભિનેત્રી ટીસ્કા ચોપરા પણ સેશનમાં હાજર રહ્યા હતા.

અનિલ કપૂરે દર્શકો સાથેની વાતચીતમાં હજુ ઘણા વર્ષો સુધી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાની ઈચ્છા ધરાવી હતી. તેમણે પોતાના સંઘર્ષ વિશે જણાવતા જણાવ્યું હતું કે તે પોતાને કામ મળે તે માટે પોતાનો પોર્ટફોલિયો લઈને દિગ્દર્શકોને મળવા માટે બસ અને ટ્રેનમાં ફરતા હતા. ફિલ્મોમાં સફળ થવા માટે સખત મહેનતની જરૂર હોવાથી પોતે સતત પોતાની જાતને કોઈ પણ કામ કરવા માટે તૈયાર રાખતા હોય છે. પાત્ર કોઈ પણ હોય તેમાં રસ પડે તો તેઓ કામ કરવા માટે તૈયાર થઈ જાય છે. જેકી શ્રોફ અમે જ્હોન અબ્રાહમ સાથે અનેક ફિલ્મો કરનારા અભિનેતાએ બંને સાથે કામ કરવામાં અનેરો આનંદ મળતો હોવાનું જણાવ્યું હતું. તો આમિર ખાનને ઇન્ડસ્ટ્રીનો સૌથી મહેનતુ કલાકાર બતાવ્યો હતો.

આયુષમાનની ‘વિકી ડોનર’માં અનુ કપૂરની જગ્યાએ બોમન ઈરાની હોત, આ કારણે છોડી ફિલ્મ

72077785_504498433490428_8281917870360506622_n.jpg

અનિસ બાઝમીએ સફળ દિગ્દર્શક બનાવા પાછળ પોતાની લેખન કળાને જવાબદાર ગણાવી હતી. 30થી વધુ ફિલ્મોના લેખક તરીકે સફળ થયા બાદ તેઓએ પોતાની દિગ્દર્શક તરીકેની કારકિર્દી ચાલુ કરી હતી. કોમેડી ફિલ્મોના બાદશાહ ગણાતા અનિસ કૉમેડી ફિલ્મ બનાવવી તેને સૌથી અઘરું કામ કહે છે કારણકે 2 કલાક સુધી લોકોને સતત હસાવતા રહેવું એ ખૂબ મુશ્કેલ કામ છે.

‘બંટી ઔર બબલી ૨’માં રાની મુખર્જી, સિદ્ધાંત ચતુર્વેદી સાથે સૈફ અલી ખાન પણ જોડાયો?

સેશનના અંતે અનિલ કપૂર દ્વારા પોતાના ફેમસ ડાયલોગ જક્કાસ પોતાના આગવા અંદાઝમાં બોલીને દર્શકોને ખુશ કરી દીધા હતા.

Image source: Instagram

0 comments on “જેકી શ્રોફ અને જોન અબ્રાહમ સાથે કામ કરવામાં મજા આવે છે: અનિલ કપૂર #IFFI

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: