Bollywood

શાહરુખ ખાનની ફિલ્મમાં કામ કરશે અભિષેક બચ્ચન, બનશે ‘કોન્ટ્રાક્ટ કિલર’

અભિષેક બચ્ચન હવે શાહરુખ ખાનની ફિલ્મમાં કામ કરશે. ૨૦૧૨માં આવેલી સુજોય ઘોષ નિર્દેશિત અને વિદ્યા બાલન અભિનીત ફિલ્મ ‘કહાની’માં કોન્ટ્રાક્ટ કિલર બોબ બિસ્વાસનું પાત્ર બહુ જાણીતું બન્યું હતું. અભિષેક બચ્ચન આ બોબ બિસ્વાસનું પાત્ર ભજવશે.

આ વાતની જાણકારી શાહરુખ ખાનના પ્રોડક્શન હાઉસે સોશિયલ મીડિયા પર આપી હતી. રેડ ચિલીઝ એન્ટરટેનમેન્ટની ટ્વીટ મુજબ, “નમસ્કાર, અમે અમારી આગામી ફિલ્મ બોબ બિસ્વાસની જાહેરાત કરતા આનંદ અનુભવીએ છીએ, અમે આ બાઉન્ડ સ્ક્રિપ્ટ પ્રોડક્શન સાથે બનાવી રહ્યા છીએ. અભિષેક બચ્ચન સ્ટારર આ ફિલ્મ દિયા અન્નપૂર્ણા ઘોષ ડિરેક્ટ કરશે.”

બોબ બિસ્વાસ એક પોકર ફેસ કિલર છે.  એક એવો કાતિલ, હત્યા કર્યા બાદ તેના હાવભાવ નથી બદલતા. અભિષેક બચ્ચને પણ આ પાત્ર ભજવવાની ખુશી વ્યક્ત કરી હતી.

‘બ્રહ્માસ્ત્ર’ની વાર્તા, પહેલા ભાગમાં શું હશે? ‘એવેન્જર્સ’થી છે ખાસ કનેક્શન (વાંચો)

ઉલ્લેખનીય છે કે, અગાઉ શાહરુખ અમિતાભ બચ્ચન અને તાપસી પન્નુ સ્ટારર બદલાનું નિર્માણ કરી ચૂક્યો છે. તો અભિષેક બચ્ચન ‘બોબ બિસ્વાસ’ સિવાય ‘બિગ બુલ’માં લીડ રોલમાં છે. આ ફિલ્મ હર્ષદ મહેતાથી પ્રેરિત છે અને તેમાં ‘રુસ્તમ’ ફેમ ઈલીયાના ડીક્રુઝ પણ જોવા મળશે.

કંગના રનૌત પ્રોડ્યુસર તરીકે બનાવશે ‘અપરાજિત અયોધ્યા’, રામ મંદિર પર આધારિત હશે ફિલ્મ

Image source: Twitter

0 comments on “શાહરુખ ખાનની ફિલ્મમાં કામ કરશે અભિષેક બચ્ચન, બનશે ‘કોન્ટ્રાક્ટ કિલર’

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: