Bollywood

આયુષમાનની ‘વિકી ડોનર’માં અનુ કપૂરની જગ્યાએ બોમન ઈરાની હોત, આ કારણે છોડી ફિલ્મ

બોમન ઈરાની ફિલ્મોમાં પોતાની ઇન્ટેન્સ એક્ટિંગ ઉપરાંત કોમેડી માટે પણ જાણીતા છે. મુન્નાભાઈથી લઈને થ્રી ઈડિયટ્સ સુધી બોમને દર વખતે પોતાના પાત્રથી લોકોનું મનોરંજન કર્યું છે. જો કે, તાજેતરમાં તેમણે એક ઇન્ટરવ્યુમાં પોતાની કારકિર્દીના મોટા નુકસાનની વાત કરી. અભિનેતાએ જણાવ્યું કે, વિકી ડોનરમાં અનુ કપૂરનો રોલ પહેલા તેમને ઓફર થયો હતો.

જી હાં, આયુષમાન ખુરાનાની ફિલ્મ ‘વિકી ડોનર’માં પહેલા અનુ કપૂરની જગ્યાએ બોમન ઈરાનીને લેવામાં આવ્યા હતા. બોમને જણાવ્યું કે, “મને આ ફિલ્મ ન કરવાનો અફસોસ છે. મને બલદેવ ચઢ્ઢાનો રોલ ઓફર થયો હતો. મને વાર્તા અને પાત્ર બંને પસંદ આવ્યા પણ તારીખ ન હોવાને લીધે હું આ ફિલ્મ ન કરી શક્યો. મેં મેનેજ કરવાની કોશિશ કરી પણ વાત ન બની તેથી આ ફિલ્મ છોડવી પડી.”

આ પણ વાંચો: ‘પીકૂ’ માટે પહેલી પસંદ દીપિકા પદુકોણ નહીં પણ પરિણીતી ચોપરા હતી!; હવે કરે છે અફસોસ

ફિલ્મમાં ડો. બલદેવ ચઢ્ઢાનો રોલ પછી અનુ કપૂરને મળ્યો અને તેમના અભિનયની ઘણી પ્રશંસા થઈ. બોમન ઈરાનીએ આગળ જણાવ્યું કે, “પછી મેં ફિલ્મ જોઈ ત્યારે મને લાગ્યું કે એ પાત્ર અનુ કપૂર સિવાય કોઈ ન ભજવી શકે. ફિલ્મમાં તેઓ જબરદસ્ત છે. અફસોસ છે મને એ ફિલ્મ ન કરવાનો, પણ આવું દરેક સાથે થાય છે.”

આ પણ વાંચો: …નહિતર ‘ઓ સ્ત્રી કલ આના’ વિકી કૌશલ બોલતો હોત! હવે કરે છે અફસોસ

વિકી ડોનર જેમ હાઉસફુલ ૪માં પણ બોમન ઈરાની પહેલી ચોઈસ હતા પણ તેમણે આ ફિલ્મ ન કરી. તેમની આગામી ફિલ્મોમાં ‘યુવારત્ન’ (કન્નડ ફિલ્મ) અને ‘૮૩’નો સમાવેશ થાય છે.

Image source: Instagram

0 comments on “આયુષમાનની ‘વિકી ડોનર’માં અનુ કપૂરની જગ્યાએ બોમન ઈરાની હોત, આ કારણે છોડી ફિલ્મ

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: