Bollywood Music Television

કઈ રીતે બની હતી ‘દિલ ચાહતા હૈ’ની ધૂન, શંકર મહાદેવને કહ્યો મજેદાર કિસ્સો

જાણીતા શો ધ કપિલ શર્મા શોમાં આમ તો કલાકારો પોતાની ફિલ્મના પ્રમોશન માટે આવતા હોય છે પણ આ વખતે મોકો ખાસ હતો. ગુરુ નાનક દેવની ૫૫૦મી જયંતિના પ્રસંગે જાણીતા ગાયકો શંકર મહાદેવન, શાન અને હર્ષદીપ કૌર આ શોમાં પધાર્યા હતા. આ દરમ્યાન સંગીતની મહેફિલ સાથે ગાયકોએ કેટલાક મજેદાર કિસ્સા સંભળાવ્યા.

શબાના આઝમીના માતા અને અભિનેત્રી શૌકત કૈફીનું ૯૩ની ઉંમરે નિધન

72687448_10157097269343640_5543827361998307328_o

શોમાં કપિલ શર્માએ શંકર મહાદેવનને પૂછ્યું કે તમે દિલ ચાહતા હૈની ધૂન નહાતી વખતે બનાવી હતી એ સાચું છે? તો શંકરે જવાબ આપ્યો કે બ્રશ કરતી વખતે તેમના દિમાગમાં આ ધૂન આવી હતી અને જણાવ્યું કે ફિલ્મના અન્ય ગીતો પણ નહાતી વખતે બનાવ્યા હતા. શંકરના કહેવા મુજબ એક સંગીતકાર માટે સવારનો એકાંત બહુ રચનાત્મક સાબિત થાય છે.

‘બંટી ઔર બબલી ૨’માં રાની મુખર્જી, સિદ્ધાંત ચતુર્વેદી સાથે સૈફ અલી ખાન પણ જોડાયો?

‘દિલ ચાહતા હૈ’ ૨૦૦૩માં રિલીઝ થઈ હતી જેમાં આમીર ખાન, સૈફ અલી ખાન અને અક્ષય ખન્ના હતા. ફિલ્મના ગીતોને બહુ પસંદ કરવામાં આવ્યા હતા. કપિલના શોમાં શંકર મહાદેવન સિવાય શાને અને હર્ષદીપે પણ પોતાની જિંદગીના રોચક કિસ્સાઓ શેર કર્યા હતા.

Image source: Instagram

0 comments on “કઈ રીતે બની હતી ‘દિલ ચાહતા હૈ’ની ધૂન, શંકર મહાદેવને કહ્યો મજેદાર કિસ્સો

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: