Bollywood

‘બંટી ઔર બબલી ૨’માં રાની મુખર્જી, સિદ્ધાંત ચતુર્વેદી સાથે સૈફ અલી ખાન પણ જોડાયો?

૨૦૦૫માં આવેલી રાની મુખર્જી-અભિષેક બચ્ચન સ્ટારર ફિલ્મ ‘બંટી ઔર બબલી’ ઘણાની મનપસંદ ફિલ્મ છે અને સારી બાબત એ છે કે તેની સિક્વલ આવી રહી છે. ‘બંટી ઔર બબલી ૨’ બનવાના સમાચાર થોડા સમયથી આવી રહ્યા છે ત્યારે રિપોર્ટ મુજબ હવે સૈફ અલી ખાન પણ આ ફિલ્મ સાથે જોડાયો છે.

મૂળ ફિલ્મ શાદ અલીએ ડિરેક્ટ કરી હતી ત્યારે બીજી ફિલ્મ વરુણ વી શર્મા ડિરેક્ટ કરશે. વરુણે અગાઉ લેખક તરીકે સલમાન ખાનની ‘સુલતાન’માં કામ કર્યું છે.

‘બાલા’ની સક્સેસ પાર્ટીમાં આયુષમાન-રાજકુમાર રાવે કર્યો ધમાકેદાર ડાન્સ (જુઓ વાયરલ વિડીયો)

રાની મુખર્જીનું નામ આ ફિલ્મ માટે ફાઈનલ છે ત્યારે સૈફ અલી ખાન અને રાનીની કેમેસ્ટ્રી જોવાની મજા પડશે. અગાઉ બંને ‘હમ તુમ’ અને ‘તા રા રમ પમ’માં સાથે જોવા મળ્યા છે.

‘થલાઈવી’નો ફર્સ્ટ લુક-ટીઝર રિલીઝ, જયલલિતા તરીકે કંગનાનો લુક થયો વાયરલ (જુઓ)

‘બંટી ઔર બબલી ૨’માં ગલી બોય ફેમ સિદ્ધાંત ચતુર્વેદી તેમજ શર્વરી વાઘ જોવા મળશે. શર્વરી આ ફિલ્મથી બોલિવુડમાં ડેબ્યુ કરશે.

Image source: Instagram

0 comments on “‘બંટી ઔર બબલી ૨’માં રાની મુખર્જી, સિદ્ધાંત ચતુર્વેદી સાથે સૈફ અલી ખાન પણ જોડાયો?

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: