Bollywood Movies

હિન્દી સિનેમાના ‘કોમન મેન’ અમોલ પાલેકરનો આજે બર્થડે, વાંચો તેમના વિશે રસપ્રદ વાતો

હિન્દી સિનેમામાં ૭૦ના દાયકાને ગોલ્ડન એરા કહેવાય છે. આ એક એવો સમય હતો જ્યારે ફિલ્મોની પટકથાઓથી માંડીને ગીતો માટે લોકોને જબરદસ્ત ક્રેઝ રહેતો. હીરોની ઈમેજ મારપીટ કરવાની અને રોમાન્સ કરવાની બની ગઈ હતી. આ જ દાયકામાં એક એવો અભિનેતા આવે છે જે વર્ષોથી ચાલી આવતી એક્ટરની ઈમેજને બદલી નાખે છે. એ અભિનેતાનો પ્રભાવ એવો હતો કે એન્ગ્રી યંગ મેન, હી મેન પણ શાંત થઈ જાય છે. આપણે વાત કરી રહ્યા છીએ ભારતીય સિનેમાના ‘કોમન મેન’ એટલે કે અમોલ પાલેકરની. આવો તેમના જન્મદિવસે જાણીએ કેટલીક ખાસ વાતો.

75244371_802532956863017_7770550000988267002_n.jpg

અમોલ પાલેકરનો જન્મ ૨૪ નવેમ્બર, ૧૯૪૪ના રોજ મુંબઈમાં થયો હતો. તેમણે નિર્દેશક તરીકે અનેક ફિલ્મો બનાવી જેમાં કચ્ચી ધૂપ, દાયરા, નકાબ, પહેલી જેવી ફિલ્મો સામેલ છે. અમોલ પાલેકરે મરાઠી અને હિન્દી ઉપરાંત કન્નડ, બંગાળી અને મલયાલી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેમણે બોલિવુડમાં લગભગ દોઢ દાયકા સુધી કામ કર્યું પણ ફક્ત એક વાર ફિલ્મફેર એવોર્ડ મળ્યો. ૧૯૮૦માં તેમને આ એવોર્ડ ગોલમાલ માટે મળ્યો હતો. આ ફિલ્મને લીધે અમોલ પાલેકરને આજે લોકો ઓળખે છે, પણ કળા ક્ષેત્રમાં તેમનું યોગદાન એનાથી પણ વધુ છે.

71533409_576705036489136_2662959171297797540_n

અમોલ પાલેકરના પિતા પોસ્ટ ઓફિસમાં નોકરી કરતા અને માતા એક પ્રાઈવેટ સેક્ટરમાં કામ કરતાં. તેઓ બહુ સામાન્ય પરિવારમાં જન્મ્યા હતા પણ રંગમંચ પર તેમનો જાદુ એવો ચાલ્યો કે બોલીવુડમાંથી તેમને ઓફર મળવા લાગી. રજનીગંધા, ઘરોંદા, ગોલમાલ, છોટી સી બાત તેમના કરિયર માટે શ્રેષ્ઠ સાબિત થઈ.

આ પણ વાંચો:૨૫ વર્ષ બાદ અમોલ પાલેકર કરશે કમબેક, આ છે પ્રોજેક્ટ

અમોલ પાલેકર મુંબઈની જાણીતી આર્ટ એકેડમી જેજે સ્કૂલ ઓફ આર્ટમાં ભણ્યા. તેમને પેઇન્ટિંગનો શોખ હતો પણ કોલેજના દિવસોથી જ તેઓ એક્ટર બનવા માગતા હતા. આ અભિનેતાએ બે વખત લગ્ન કર્યા. તેમની પહેલી પત્નીનું નામ ચિત્રા અને બીજી પત્નીનું નામ સંધ્યા ગોખલે છે. પાલેકરને બે દીકરીઓ છે. તેમને ફિલ્મોમાં આવવા માટે બહુ સંઘર્ષ કરવો પડ્યો ન હતો કેમકે થિયેટરમાં તેઓ જાણીતું નામ હતા. બાસુ ચેટર્જી અને ઋષિકેશ મુખર્જી તેમના નાટક જોવા જતા હતા.

આ પણ વાંચો:આ સુપરસ્ટારને છોડીને તમામ સાથે કામ કર્યું દેવ સા’બે: વાંચો તેમના વિશે રસપ્રદ વાતો

18947576_115605942368240_7557820351242043392_n

આજકાલ બોલિવુડમાં આયુષમાન ખુરાનાની ફિલ્મો ચાલે છે. તેની ફિલ્મો લો બજેટની હોય છે પણ ધમાલ મચાવી દે છે. પરંતુ અમોલ પાલેકર આ કામ બહુ પહેલા કરી ચૂક્યા છે. ૨૦૦૫માં અમોલ પાલેકર નિર્દેશિત ફિલ્મ ‘પહેલી’ ઓસ્કારની વિદેશી શ્રેણીમાં ભારતીય ફિલ્મ તરીકે સામેલ થઈ હતી, પણ તે નોમિનેટ ન થઈ. એ વખતે અમોલ બહુ નિરાશ થઈ ગયા હતા. તેમણે કહ્યું હતું કે ઓસ્કાર માટે લોબિંગ બહુ જરૂરી છે.

આ પણ વાંચો:કિશોર કુમારે ચાર વાર લગ્ન કર્યા હતા, એ.કે. સહેગલને મળવા 18 વર્ષની વયે મુંબઈ પહોંચી ગયા હતા

બાય ધ વે, આ દિગ્ગજ અભિનેતાની ફિલ્મોમાંથી તમારી ફેવરેટ ફિલ્મ કઈ છે?

Image source: Instagram

0 comments on “હિન્દી સિનેમાના ‘કોમન મેન’ અમોલ પાલેકરનો આજે બર્થડે, વાંચો તેમના વિશે રસપ્રદ વાતો

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: