Bollywood

શબાના આઝમીના માતા અને અભિનેત્રી શૌકત કૈફીનું ૯૩ની ઉંમરે નિધન

જાણીતા થિયેટર આર્ટિસ્ટ, વરિષ્ઠ અભિનેત્રી અને શબાના આઝમીના માતા શૌકત કૈફીનું ૯૩ની વયે નિધન થયું છે. તેમણે જૂહુમાં પોતાના ઘરમાં છેલ્લા શ્વાસ લીધા. કૈફીના જમાઈ અને ગીતકાર-લેખક જાવેદ અખ્તરે આ વાતની જાણકારી આપી હતી.

જાવેદ અખ્તરે કહ્યું કે, “તેઓ ૯૩ વર્ષના હતા અને સતત કોઈને કોઈ સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા. તેમને કોકિલાબેન ધીરુબેન અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. થોડા દિવસો માટે તેમને આઈસીયુમાં રાખવામાં આવતા અને પછી તેમને બહાર મોકલી દેવામાં આવતા. ઉંમર સાથે તેમની મુશ્કેલીઓ વધી ગઈ હતી. છેલ્લે તેઓ ઘરે આવી ગયા હતા કેમકે તેઓ પોતાના રૂમમાં રહેવા ઇચ્છતા હતા. એ પછીના બે દિવસોમાં તેમનું નિધન થયું.”

View this post on Instagram

याद की रहगुज़र कमाल की अदाकारा शौकत कैफ़ी भारतीय जन नाट्य संघ (इप्टा) और पृथ्वी थियेटर के नाटकों में लम्बे वक्त से सक्रिय रहीं। उन्होंने एम.एस. सथ्यू की फ़िल्म ‘गर्म हवा’, मीरा नायर की ‘सलाम बॉम्बे’ और मुज़फ़्फर अली की ‘उमराव जान’ में उल्लेखनीय काम किया है। ‘याद की रहगुज़र’ शौकत कैफ़ी की आपबीती है : https://amzn.to/33ewqeE #ShaukatKaifi #Theatre

A post shared by Rajkamal Prakashan📚 (@rajkamalbooks) on

શૌકત પોતાના પતિ અને અને જાણીતા ઉર્દૂ કવિ કૈફી આઝમી સાથે મળીને ઇન્ડિયન પીપલ થિયેટર એસોસિએશન અને પ્રોગ્રેસીવ રાઈટર્સ એસોસિએશનથી લાંબો સમય જોડાયેલા રહ્યા. આ બંને કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયાના કલ્ચરલ પ્લેટફોર્મ હતા.

મારા મગજમાં ગુસ્સાવાળા ઋષિ કપૂરની ઈમેજ હતી: ઇમરાન હાશમી

ઉલ્લેખનીય છે કે, કૈફીના એક દીકરાનું નામ બાબા આઝમી પણ છે. શૌકત કૈફીએ બાઝાર, ઉમરાવ જાન, ગરમ હવા અને મીરા નાયરની ફિલ્મ સલામ બોમ્બેમાં પણ કામ કર્યું છે. તેઓ છેલ્લે શાદ અલીની ફિલ્મ સાથિયામાં જોવા મળ્યા હતા. વર્ષ ૨૦૦૨માં કૈફી આઝમીના નિધન બાદ તેમણે આત્મકથા લખી હતી અને તેનું રૂપાંતર એક નાટકમાં થયું હતું જેનું નામ ‘કૈફી ઔર મેં’ હતું. વર્ષ ૨૦૦૬માં મુંબઈમાં ભજવાયેલા આ પ્લેમાં જાવેદ અખ્તર અને શબાના આઝમીએ પરફોર્મ કર્યું હતું. રિપોર્ટ મુજબ, શનિવારે બપોરે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

રણબીર-આલિયાની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં નાગાર્જુનનો રોલ શું હશે? વાંચો

Image source: Instagram

0 comments on “શબાના આઝમીના માતા અને અભિનેત્રી શૌકત કૈફીનું ૯૩ની ઉંમરે નિધન

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: