ગુજરાતી સિનેમા Movies

#IFFI ‘હેલ્લારો’ ફક્ત ગુજરાતીઓની નહીં, બધાની ફિલ્મ છે: અભિષેક શાહ

ગુજરાતનું નામ ભારતભરમાં ગૂંજતું કરી દેનારી ફિલ્મ ‘હેલ્લારો’ના દિગ્દર્શક અભિષેક શાહ ગઈકાલે આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ અંતર્ગત કલા એકેડેમી, ગોઆ ખાતે યોજાયેલા ‘the diversity in indian cinema’ સંવાદમાં હાજર રહ્યા હતા. અભિષેક શાહને નેશનલ ફિલ્મ ડેવલોપમેન્ટ સેન્ટરના એમડી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમની સાથે જાણીતા દિગ્દર્શક અને અભિનેતા અનંત મહાદેવન તેમજ જાણીતા બંગાળી દિગ્દર્શક શ્રીજીત મુખર્જીને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

WhatsApp-Image-2019-11-23-at-10.05.37-AM-1.jpeg

અનંત મહાદેવને કહ્યું કે, હિન્દી સિનેમા નહીં, પણ પ્રાદેશિક ફિલ્મો ભારતીય સિનેમાનું સાચું માધ્યમ છે. કેતન મહેતાની ‘ભવની ભવાઈ’ બાદ ‘હેલ્લારો’ દ્વારા ગુજરાતી સિનેમાએ ફરી એક વાર દેશ વિદેશમાં નામ કમાયું છે તેની તેમણે ખુશી વ્યક્ત કરી હતી.

‘શોલે’ના ડિરેક્ટર રમેશ સિપ્પી ‘હેલ્લારો’ વિશે શું કહે છે? (જુઓ વિડીયો)

શ્રીજીત મુખર્જી દ્વારા ભારતીય સિનેમાની અલગ અલગ ફિલ્મો વિશે જણાવતા સિનેમાના વિકાસ માટે આવી પ્રાદેશિક ફિલ્મો આભારી હોવાનું જણાવ્યું હતું. ભારતભરમાં યોજાતા અલગ અલગ ફિલ્મ ફેસ્ટિવલના પગલે લોકોની ભારતીય સિનેમા પ્રત્યેની દ્રષ્ટિ બદલાઈ હોવાનું તેઓ માને છે.

IFFI 2019: ઓપનિંગ ફિલ્મ ‘હેલ્લારો’ને દર્શકોએ વધાવી, મેકર્સને સન્માનિત કરવામાં આવ્યા

અભિષેક શાહ દ્વારા પોતાની ફિલ્મ હેલ્લારોને માત્ર ગુજરાતની નહીં પરંતુ બધાની ફિલ્મ હોવાનું જણાવતા કહ્યું કે આ ફિલ્મ સાથે ભારતના અનેક રાજ્યોના લોકો સંકળાયેલા છે. તે સૌના સહયોગથી આ ફિલ્મનું નિર્માણ થયું છે. હેલ્લારોને સંપૂર્ણ ગુજરાતી ફિલ્મ બતાવતા તેમણે તેની કોઈ રિમેક શક્ય ન હોવાનું જણાવ્યું હતું. અભિષેક જણાવે છે કે, પોતાની ફિલ્મ કચ્છ અને ગુજરાતની સંસ્કૃતિ સાથે જોડાણ ધરાવતી હોવાથી તેનું આગવું પ્રતિબિંબ રજુ કરે છે. અભિષેક દ્વારા કેતન મહેતાની ફિલ્મ ‘મિર્ચ મસાલા’ ને હેલ્લારો બનાવવા માટેની એક પ્રેરણા જણાવી હતી પરંતુ તેમણે એ વાતનું સતત ધ્યાન રાખ્યું હતું કે પોતાની ફિલ્મ મિર્ચ મસાલા જેવી ન બને. ઇન્ડિયન પેનોરમા વિભાગમાં ઓપનિંગ ફિલ્મ દર્શાવતી હેલ્લારો દર્શકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો.

Image source: Facebook


0 comments on “#IFFI ‘હેલ્લારો’ ફક્ત ગુજરાતીઓની નહીં, બધાની ફિલ્મ છે: અભિષેક શાહ

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: