Bollywood

વિધુ વિનોદ ચોપરાની ફિલ્મ ‘શિકારા’ સીધી ડિજીટલ પ્લેટફોર્મ પર જશે, વાંચો ફિલ્મમાં શું હશે

કરણ જોહરની ફિલ્મ ‘ડ્રાઈવ’ સીધી ડિજીટલ પ્લેટફોર્મ પર રિલીઝ થયા બાદ હવે વિધુ વિનોદ ચોપરાની ફિલ્મ ‘શિકારા’ પણ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે.

73505096_2865322720153797_6269168350083766227_n

શિકારા: અ લવ લેટર ફ્રોમ કશ્મીર એ કાશ્મીરી પંડિતોની સામૂહિક હિજરત પર બેસ્ડ છે. આ ફિલ્મ ફેબ્રુઆરી ૨૦૨૦માં રિલીઝ થશે. વિધુ વિનોદ ચોપરાએ પ્રોડ્યુસર તરીકે થ્રી ઈડિયટ્સ, પીકે અને સંજુ જેવી હીટ ફિલ્મો આપી છે પણ ડિરેક્ટર તરીકે છેલ્લે ૨૦૦૭માં આવેલી નિષ્ફળ ફિલ્મ ‘એકલવ્ય’ બનાવ્યા બાદ કોઈ બોલીવુડ ફિલ્મ બનાવી નથી. ૨૦૧૫માં તેમણે હોલીવુડ ફિલ્મ ‘બ્રોકન હોર્સીસ’ બનાવી હતી જે પણ ફ્લોપ રહી હતી.

હસીને લોટપોટ થવા માટે તૈયાર થઈ જાઓ, પ્રિયદર્શન ‘હંગામા ૨’ લઈને આવી રહ્યા છે

શિકારા એ સેમી-ઓટોબાયોગ્રાફીકલ ફિલ્મ છે અને વિધુ વિનોદ ચોપરા પોતે પણ એક કાશ્મીરી પંડિત છે. દર્શકો તેમના નિર્દેશન હેઠળ બનેલી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે.

Image source: Instagram

0 comments on “વિધુ વિનોદ ચોપરાની ફિલ્મ ‘શિકારા’ સીધી ડિજીટલ પ્લેટફોર્મ પર જશે, વાંચો ફિલ્મમાં શું હશે

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: