ગુજરાતી સિનેમા Movies

‘રંગ જો લાગ્યો’ ફિલ્મમાં સાંભળવા મળશે પાર્થ ઠક્કરે કમ્પોઝ કરેલી કવ્વાલી

જાણીતા કમ્પોઝર અને સિંગર પાર્થ ભરત ઠક્કર છેલ્લા કેટલાક સમયથી પોતાના સિંગલ્સ કમ્પોઝ કરવામાં વ્યસ્ત હતા. પોતાના સિંગલ્સમાં તેઓ ગાઈ પણ રહ્યા છે. પાર્થ ભરત ઠક્કરે 15 ઓગસ્ટ અને ગણેશોત્સવ દરમિયાન ‘મોરયા’, તો નવરાત્રિમાં ‘ટીચકી’ સોંગ રિલીઝ કર્યું હતું. આ બંને ગીતો પાર્થ ઠક્કરે પોતાની યુટ્યુબ ચેનલ પર રિલીઝ કર્યા હતા. હવે પાર્થ ફરી ગુજરાતી ફિલ્મોમાં મ્યુઝિક આપી રહ્યા છે

પાર્થ ભરત ઠક્કર અપકમિંગ ગુજરાતી ફિલ્મ ‘રંગ જો લાગ્યો’માં મ્યુઝિક આપી રહ્યા છે. પાર્થે આ વાતની જાહેરાત પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર કરી છે. સિનેમા સાહિત્ય સાથે વાત કરતા પાર્થે કહ્યું કે તેઓ આ ફિલ્મમું મ્યુઝિક અને બેકગ્રાઉન્ડ સ્કોર આપી રહ્યા છે. ફિલ્મમાં કુલ ત્રણ ગીતો છે, જેમાં એક કવ્વાલી છે. આ કવ્વાલી ભાર્ગવ પુરોહિતે લખી છે, અને જાવેદ અલીએ ગાઈ છે.

ફિલ્મ ‘રંગ જો લાગ્યો’ને કિર્તન પટેલ ડિરેક્ટ કરી રહ્યા છે. આ ફિલ્મમાં જાણીતા સિંગર, એક્ટર પાર્થ ઓઝા અને સિમરન નાટેકર દેખાશે. આ ઉપરાંત પણ કેટલાક જાણીતા કલાકારો દેખાશે. પાર્થ ઠક્કરનું કહેવું છે કે,’કિર્તન પટેલે મારી સાથે ઘણી ફિલ્મોમાં સાથે કામ કરવા વાત કરી હતી. પરંતુ વર્કઆઉટ નહોતું થતું. હવે ફાઈનલી અમે સાથે આવ્યા છીએ. ફિલ્મના 2 ગીતો નિરેન ભટ્ટ લખી રહ્યા છે. 1 ભાર્ગવ પુરોહિતે લખ્યું છે. સારા કલાકારો સાથે કામ કરી રહ્યા છીએ, હોપ સો સારુ કામ બહાર આવશે.’
ઉલ્લેખનીય છે કે પાર્થ ભરત ઠક્કર શરતો લાગુ, લવની ભવાઈ, ગુજ્જુભાઈ ધ ગ્રેટ, ગુજ્જુભાઈ મોસ્ટ વોન્ટેડ જેવી હિટ ફિલ્મોમાં મ્યુઝિક આપી ચૂક્યા છે, તેમ જ સોંગ્સ કમ્પોઝ કરી ચૂક્યા છે. ત્યારે દર્શકોને ફરી એકવાર નવા હિટ સોંગ્સ મળી શકે છે.

આ પણ વાંચોઃIFFI 2019: ઓપનિંગ ફિલ્મ ‘હેલ્લારો’ને દર્શકોએ વધાવી, મેકર્સને સન્માનિત કરવામાં આવ્યા

0 comments on “‘રંગ જો લાગ્યો’ ફિલ્મમાં સાંભળવા મળશે પાર્થ ઠક્કરે કમ્પોઝ કરેલી કવ્વાલી

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: