Bollywood

મારા મગજમાં ગુસ્સાવાળા ઋષિ કપૂરની ઈમેજ હતી: ઇમરાન હાશમી

ઇમરાન હાશમી સ્ટારર ફિલ્મ ‘ધ બોડી’ ટૂંક સમયમાં રિલીઝ થશે. ઋષિ કપૂરની સારવાર ચાલી રહી હોવાથી આ ફિલ્મની રિલીઝ એક વર્ષથી અટકી પડી હતી. ‘ધ બોડી’માં ઋષિ કપૂર પોલીસ ઓફિસરનો રોલ ભજવી રહ્યા છે. ઇમરાન હાશમીએ દિગ્ગજ અભિનેતા સાથે કામ કરવાનો અનુભવ જણાવ્યો હતો. ઇમરાને કહ્યું કે, ઋષિ કપૂર જ્યારે ઈલાજ માટે ન્યુયોર્ક ગયા ત્યારે તે તેમના સંપર્કમાં હતો અને આખી ટીમે તેમના સાજા થવાની રાહ જોઈ છે.

75021337_285060529123395_4702308780195651931_n.jpg

જ્યારે ઈમરાનને પૂછવામાં આવ્યું કે ઋષિ કપૂર સેટ પર પણ સોશિયલ મીડિયા પર ગુસ્સે હોય એવા જ હોય છે ત્યારે અભિનેતાએ કહ્યું કે ઋષિ કપૂરની ટ્વીટર પરની પોસ્ટ જોઈને પહેલા તેને લાગતું કે તેઓ ગુસ્સાવાળા છે, પણ ના તેઓ બહુ જ મજાના, સ્વીટહાર્ટ છે.

આ પણ જુઓ: ઈમરાન હાશમીની સસ્પેન્સ થ્રિલર ફિલ્મ ‘ધ બોડી’નું ટ્રેલર રિલીઝ, ઋષિ કપૂરની પડદા પર વાપસી

‘ધ બોડી’ આ જ નામની સ્પેનિશ ફિલ્મનું હિન્દી રૂપાંતર છે. જીતુ જોસેફ દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં ઋષિ કપૂર, ઇમરાન હાશમી, સોભિતા ધુલીપાલા છે. આ ફિલ્મ ૧૩ ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે.

Image source: Instagram

0 comments on “મારા મગજમાં ગુસ્સાવાળા ઋષિ કપૂરની ઈમેજ હતી: ઇમરાન હાશમી

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: