કૌન બનેગા કરોડપતિની ૧૧મી સિઝનમાં સવાલ-જવાબનો સિલસિલો ચાલુ છે. આ શોમાં દરેક ફિલ્ડના પ્રશ્નો પૂછવામાં આવે છે. બુધવારે શોમાં સિનેમા રિલેટેડ એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો ત્યારે અમિતાભ બચ્ચને કહ્યું કે આનો જવાબ તો મને પણ નથી ખબર.
હોટ સીટ પર રાજસ્થાનની પ્રેરણા બેઠી હતી અને તેમને ૩ લાખ ૨૦ હજાર રૂપિયા સુધીની ગેમ જીતી લીધી હતી અને લાઈફલાઈન પણ બધી ખતમ થઈ ગઈ હતી. ત્યારબાદ તેમને ૬ લાખ ૪૦ હજાર રૂપિયાનો સવાલ પૂછવામાં આવ્યો કે મુખ્ય અભિનેત્રી તરીકે કોણે પોતાના કરિયરની શરૂઆત ‘ઐશ્વર્યા’ ફિલ્મથી કરી હતી? એનો સાચો જવાબ હતો- દીપિકા પદુકોણ.
ઓશીકા નીચે પગરખાં રાખીને સૂતા હતા અમિતાભ બચ્ચન, કારણ છે રસપ્રદ (વાંચો)
જો કે, સાચો જવાબ આપતા પહેલા અમિતાભ બચ્ચને કહ્યું કે આનો જવાબ તો મને પણ નથી ખબર. તો પ્રેરણાને પણ આનો જવાબ ખ્યાલ ન’તો, પણ ગેમના નિયમ મુજબ તે જવાબ આપત તો પણ તે કંઈ ગુમાવત નહીં એટલે તેમણે સોનમ કપૂર કહ્યું, જે ખોટો જવાબ હતો.
KBCમાં પૂછવામાં આવેલા સવાલના આ ઓપ્શનથી દર્શકો નારાજ, મેકર્સને માફી માગવી પડી
Image source: Instagram
0 comments on “KBCમાં ‘ઐશ્વર્યા’ને લગતો સવાલ પૂછાયો, બિગ બી બોલ્યા- આ તો મને પણ નથી ખબર!”