ગુજરાતી સિનેમા Movies

IFFI 2019: ઓપનિંગ ફિલ્મ ‘હેલ્લારો’ને દર્શકોએ વધાવી, મેકર્સને સન્માનિત કરવામાં આવ્યા

અભિષેક શાહ દિગ્દર્શિત નેશનલ એવોર્ડ વિજેતા ગુજરાતી ફિલ્મ ”હેલ્લારો” આજે ઇન્ડિયન પેનોરમા વિભાગમાં ઓપનિંગ ફિલ્મ તરીકે આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં ગોઆ ખાતે દર્શાવવામાં આવી.

WhatsApp Image 2019-11-21 at 3.03.45 PM.jpeg

ફિલ્મની શરૂઆત પહેલા ભારતના અનેક ફિલ્મ સાથે સંકળાયેલા ભારતભરના અનેક લોકો જે જ્યૂરી દ્વારા પસંદ કરવામાં આવ્યા હતા તેમને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં કુકુ કોહલી, હરીશ ભીમાની, વિનોદ ગણાત્રા, શ્રીલેખા મુખર્જી, પ્રિયદર્શન જેવા અનેક જાણીતા નામો સામેલ હતા. હેલ્લારો ફિલ્મના દિગ્દર્શક અભિષેક શાહ તેમજ પ્રોડ્યૂસર આયુષ પટેલ, મિત જાની અને કો રાઇટર પ્રતીક ગુપ્તાને પણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. થિયેટરમાં ફિલ્મના કલાકારો નીલમ પંચાલ, તેજલ પંચાસરા, બાળ કલાકાર પ્રાપ્તિ મહેતા હાજર રહ્યા હતા. દિગ્દર્શક અભિષેક શાહે કચ્છની નારીશક્તિ પર આધારિત તેમની આ પ્રથમ ફિલ્મ વિશે દેશ વિદેશમાંથી આવેલા પ્રેક્ષકો સમક્ષ વર્ણન કર્યું હતું.

75557484_152882172733057_101863189603418112_o

‘પડદો નાનો પડે છે, અભિષેકભાઈ!’ (વાંચો કેવી છે ‘હેલ્લારો’?)

હેલ્લારો જોયા બાદ દર્શકોનો પ્રતિસાદ ખૂબ જ અદભુત હતો. અનેક રાજ્યો અને દેશોમાંથી આવેલા દર્શકો આ ગુજરાતી ફિલ્મને જોઈને અભિભૂત થયા હતા. દર્શકો દ્વારા ફિલ્મની વાર્તા, સંગીત અને કોરિયોગ્રાફીને ખૂબ વખાણવામાં આવી સાથે ફિલ્મનો વિષય લોકોને ખૂબ જ હૃદયસ્પર્શી લાગ્યો. ફિલ્મ હેલ્લારોને અંતમાં પ્રેક્ષકો તરફથી સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું હતું તે આપણા સૌ માટે ગૌરવની વાત છે.

Image source: Facebook

0 comments on “IFFI 2019: ઓપનિંગ ફિલ્મ ‘હેલ્લારો’ને દર્શકોએ વધાવી, મેકર્સને સન્માનિત કરવામાં આવ્યા

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: