Bollywood

રણબીર-આલિયાની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં નાગાર્જુનનો રોલ શું હશે? વાંચો

અયાન મુખર્જીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ ૨૦૨૦ની મોસ્ટ અવેઈટેડ ફિલ્મોમાંથી એક છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પહેલી વખત પડદા પર સાથે જોવા મળશે અને આ ફિલ્મનું જમા પાસું તેની દમદાર સ્ટારકાસ્ટ છે. રણબીર-આલિયા ઉપરાંત અમિતાભ બચ્ચન, નાગાર્જુન, મૌની રોય, શાહરુખ ખાન પણ મહત્વનો રોલ પ્લે કરશે.

ફિલ્મમાં નાગાર્જુનના રોલની માહિતી સામે આવી છે અને આ રોલ વિશે સાંભળીને તમારી ફિલ્મ જોવાની ઉત્કંઠા વધી જશે. નાગાર્જુન આર્કિયોલોજિસ્ટ (પુરાતત્વવિદ)નો રોલ ભજવશે જે પોતાના વિદ્યાર્થીઓ સાથે ગંગા નદીના કિનારા આસપાસ એક પ્રાચીન મંદિરને પુનર્સ્થાપિત કરવાનું અભિયાન હાથ ધરશે. અભિનેતાએ જૂનમાં વારાણસીમાં શુટિંગ પણ કરી નાખ્યું છે. રણબીર અને આલિયાના પાત્રો શિવ અને ઈશાને લગતી કેટલીક વાતો નાગાર્જુન સામે આવે છે અને પછી વાર્તામાં મોટો વળાંક આવે છે.

તાનાજી ટ્રેલર: શું ‘ઓમકારા’ની જેમ અજય દેવગણ પર ભારી પડશે સૈફ અલી ખાન?

ફિલ્મની સ્ટોરીમાં જ્યારે બધા પાત્રો એકબીજા સામે આવે છે ત્યારે ઇન્ટેન્સ એક્શન સીન્સ ભજવાય છે જેનું શુટિંગ પણ થઈ ગયું છે. દર્શકોને આ ફિલ્મની રાહ છે.

Image source: Instagram

0 comments on “રણબીર-આલિયાની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં નાગાર્જુનનો રોલ શું હશે? વાંચો

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: