Bollywood

નેતાઓ પર ભડક્યા ઋષિ કપૂર, કહ્યું- વિદેશમાં કલાકારોને સન્માન મળે છે, ભારતમાં નહીં

ઋષિ કપૂર ન્યુયોર્કમાં બીમારીનો ઈલાજ કરાવ્યા બાદ ભારત પરત આવી ગયા છે. તેઓ પોતાના જબરદસ્ત અભિનય ઉપરાંત નિવેદનોને લીધે પણ જાણીતા છે. હાલમાં જ તેમણે કલાકારો સાથેની વર્તણૂક અંગે પોતાનો મત આપ્યો છે.

ઋષિ કપૂરે આઈએએનએસ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, “આપણા દેશની સરકાર જે રીતે કલાકારો સાથે વર્તન કરે છે, તેનાથી હું નિરાશ છું. ભારત એક એવો દેશ છે જે દુનિયાભરમાં પોતાના સંગીત, સંસ્કૃતિ અને સિનેમાથી ઓળખાય છે પણ આપણા દેશમાં કલાકારો સાથેની વર્તણૂક સારી નથી. શા માટે આપણા દેશમાં જાહેર જગ્યાઓના નામ કલાકારોના નામ પરથી નથી રાખવામાં આવતા?”

28150808_555384348161794_5750237382800572416_n.jpg

તેમણે કહ્યું, “આપણા દેશમાં પંડિત રવિ શંકર, ઉસ્તાદ અલ્લા રક્ખા ખાં, લતા મંગેશકર જેવા શાનદાર કલાકારો છે. રાજ કપૂર, પૃથ્વીરાજ કપૂર જેવા આર્ટિસ્ટ છે. હું આ એટલા માટે નથી કહી રહ્યો કેમકે હું રાજ કપૂરના ખાનદાનથી સંબંધ ધરાવું છું પણ શું સિનેમામાં આ લોકોનું યોગદાન ભૂલી શકાય? આ લોકોના યોગદાનને પૂરી દુનિયામાં સેલિબ્રેટ કરવામાં આવે છે પણ આપણા દેશમાં એવું નથી થતું. શા માટે?”

‘ના કોઈ ચમચા, ના કોઈ એરપોર્ટ લુક’; સારા અલી ખાનના અંદાજથી ઈમ્પ્રેસ થયેલા રિશી કપૂરે લખ્યું કે..

અમેરિકા સાથે સરખામણી કરતાં તેમણે કહ્યું કે, “અમેરિકામાં એલ્વિસ પ્રેસ્લી, માઈકલ જેક્સન જેવા અનેક આર્ટિસ્ટના નામે પબ્લિક પ્લેસીસ છે અને અમેરિકાની યંગ જનરેશન પણ આ સ્ટાર્સને ઓળખે છે પણ આપણા દેશમાં બધી જગ્યાઓના નામ રાજકારણીઓના નામ પરથી રાખવામાં આવે છે. આપણા દેશમાં અવકાશયાત્રી કલ્પના ચાવલા જેવી મહિલાઓ પણ છે જેમણે ભારતનું નામ રોશન કર્યું છે પણ રાજકારણીઓ પોતાના એજન્ડા હેઠળ પબ્લિક પ્લેસનું નામ પોતાના નામે કરે છે. આપણે એરપોર્ટ, સ્કૂલ, રોડ, કોલેજ જેવી જગ્યાઓને કલાકારોનું નામ નહીં આપીએ તો આવનારી પેઢીઓને કઈ રીતે આ હસ્તીઓના યોગદાનનો ખ્યાલ આવશે?”

Image source: Instagram

0 comments on “નેતાઓ પર ભડક્યા ઋષિ કપૂર, કહ્યું- વિદેશમાં કલાકારોને સન્માન મળે છે, ભારતમાં નહીં

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: