ઇન્ટરનેટ સેન્સેશન રાનૂ મંડલ આજકાલ પોતાના મેકઅપને લઈને ચર્ચામાં છે. જો કે, રાનૂ મંડલ જ નહીં, અગાઉ પ્રિયંકા ચોપરા, સ્વરા ભાસ્કર અને ઐશ્વર્યા રાય જેવી અભિનેત્રીઓ પણ તેમના મેકઅપના લીધે ટ્રોલ થઈ ચૂકી છે.
૨૦૧૯ના મેટ ગાલા રેડ કાર્પેટ પર પ્રિયંકા ચોપરાના સ્ટનિંગ લુકે સૌને ચોંકાવી દીધા હતા. તેણે સિલ્વર-પેસ્ટલ ગાઉન પહેર્યો હતો પણ તેના મેકઅપને લીધે તે ટ્રોલ થઈ હતી અને સોશિયલ મીડિયા પર ‘ફની મીમ્સ’નો શિકાર બની હતી!
તો ૨૦૧૬માં કાન ફિલ્મ ફેસ્ટિવલ દરમ્યાન ઐશ્વર્યા રાય બહુ સુંદર લાગતી હતી પણ તેના લિપસ્ટિકના કલરને લીધે તેને ટ્રોલ કરવામાં આવી હતી. તો સ્વરા ભાસ્કર પણ તેના અતિ મેકઅપને કારણે ટ્રોલ થઈ ચૂકી છે.
રાનૂ મંડલની વાત કરીએ તો જાણીતી બન્યા બાદ તેના વર્તનમાં આવેલા ફેરફાર બાદ તે પહેલેથી જ લોકોના ગુસ્સાનો શિકાર બની છે. આ પણ વાંચો: ખરાબ વર્તનને લઈને રાનૂ મંડલ ફરી વાયરલ, મહિલા બાદ મીડિયા સાથે કર્યો આવો વ્યવહાર (જુઓ)
Image source: Instagram
0 comments on “રાનૂ મંડલ પહેલા આ અભિનેત્રીઓ પણ થઈ છે મેક-અપને લીધે ટ્રોલ (જુઓ ફોટોઝ)”