Bollywood

‘મર્દાની ૨’ના ડિરેક્ટરે કોટાના રહેવાસીઓની માફી માગી, ટ્રેલરમાં થયો આ ફેરફાર

ફિલ્મ અભિનેત્રી રાની મુખર્જીની ફિલ્મ ‘મર્દાની ૨’નું ટ્રેલર રિલીઝ થતાં જ વિવાદ સર્જાયો હતો અને હવે આ ફિલ્મના પીઆર દ્વારા નિર્દેશકનું એક વક્તવ્ય બહાર પાડવામાં આવ્યું છે. નિર્દેશકે કોટા નિવાસીઓનું માન રાખીને અને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા દ્વારા આ ફિલ્મથી જોડાયેલા લોકો સાથેની વાતચીત બાદ ફિલ્મમાંથી ‘સચ્ચી ઘટનાઓ સે પ્રેરિત’ એમ લખેલું હટાવવાનો નિર્ણય કર્યો છે.

ફિલ્મ નિર્દેશક ગોપી પુથરને કહ્યું કે, “મર્દાની ૨ યૌન ઉત્પીડન જેવા ગંભીર સામાજિક મુદ્દાઓ અને ભારતમાં કિશોરો દ્વારા થતા ભીષણ અપરાધોની ઘટનાને ઉજાગર કરે છે. હું આ વાસ્તવિકતાને પડદા પર લાવવા માગું છું. હું છેલ્લા ચાર વર્ષોમાં આપણા દેશમાં બનેલી કેટલીક ઘટનાઓથી વિચલિત થઈ ગયો હતો. આ ફિલ્મ એ તમામ ઘટનાઓથી પ્રેરિત છે જેણે દેશને હચમચાવી નાખ્યો અને આપણે પણ તેમાં ગૂંચવાયેલા છીએ. હું ચોખવટ કરવા માગું છું કે આ ફિલ્મ કોઈ ડોક્યુમેન્ટરી નથી અને તેને ફિલ્મ તરીકે જ જોવી જોઈએ. કોટા શહેરની પ્રતિષ્ઠા ખરડાય તેવો અમારો કોઈ ઈરાદો નથી. જો આ શહેરના રહેવાસીઓની લાગણીને ઠેસ પહોંચી હોય તો અમે દિલગીર છીએ.”

‘મર્દાની ૨’નું ટ્રેલર રિલીઝ, જુઓ રાની મુખર્જીનો દમદાર લુક

તેમણે આગળ કહ્યું કે, “YRF દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે આ ફિલ્મમાંથી ‘સત્યઘટનાઓ પર આધારિત’ વાક્યને હટાવવામાં આવશે. અમે કોટામાં મર્દાની ૨નું શુટિંગ મોટા પાયે કર્યું છે અને તેમાં દરેક અધિકારીઓ અને શહેરના લોકોનો સહકાર મળ્યો છે.”

Image source: Instagram

0 comments on “‘મર્દાની ૨’ના ડિરેક્ટરે કોટાના રહેવાસીઓની માફી માગી, ટ્રેલરમાં થયો આ ફેરફાર

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: