Bollywood Movies

IFFI 2019: 50મા આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલની ધમાકેદાર શરૂઆત, ‘હેલ્લારો’ છે ઓપનિંગ ફિલ્મ

ભારતના 50મા આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલની ધમાકેદાર શરૂઆત થઈ ચૂકી છે. કેન્દ્રીય પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર અને ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતની હાજરીમાં ફેસ્ટિવલને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. દર વર્ષે દેશ વિદેશની શ્રેષ્ઠ ફિલ્મો દર્શાવવાની સાથે ફિલ્મો સાથે સંકળાયેલા અનેક અવનવા કાર્યક્રમો અહીં યોજાશે.

સીનેરસિયાઓ માટે આ ફેસ્ટિવલ એક મેળા જેવી વિશેષતા ધરાવે છે. અનેક વર્કશોપ, માસ્ટરકલાસ અને ફિલ્મ જગતના ખેરખાંઓને રૂબરૂ સાંભળવાનો મોકો અહીં સૌને પ્રાપ્ત થશે. 9 દિવસ સુધી ચાલનારા આ ફેસ્ટિવલના પરિણામે ગોવામાં ફિલ્મ રસિયાઓની ભીડ ઉમટી પડી છે. સૌ ગુજરાતીઓ માટે ખુશીની વાત એ પણ છે કે નેશનલ એવોર્ડ વિજેતા અભિષેક શાહ દિગ્દર્શિત ફિલ્મ “હેલ્લારો” અહીં ફેસ્ટિવલમાં ઓપનિંગ ફિલ્મ તરીકે રજૂ કરવામાં આવશે.

ગોવામાં IFFI સાથે યોજાતા ફિલ્મ બાઝારમાં શું હોય છે? જાણો અહીં

ગુજરાતના સીનેરસિકોને પળે પળેની માહિતી આપવા માટે Cinema-साहित्य પણ આ ફેસ્ટિવલમાં પહોંચી ચૂક્યું છે. તો જોતા રહો Cinema-साहित्य અને ઘરે બેઠા માણો ગોવામાં ચાલી રહેલા આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલનો અદ્તભુ નજારો.

Image source: Instagram

0 comments on “IFFI 2019: 50મા આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલની ધમાકેદાર શરૂઆત, ‘હેલ્લારો’ છે ઓપનિંગ ફિલ્મ

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: