Bollywood

બિગ બી-ઇમરાનની ફિલ્મ ‘ચેહરે’માં કૃતિ ખરબંદાની જગ્યાએ હવે આ અભિનેત્રીની એન્ટ્રી

કૃતિ ખરબંદાએ હાલમાં જ અમિતાભ બચ્ચન અને ઇમરાન હાશમીની ફિલ્મ ‘ચેહરે’ છોડી છે. પહેલા એવા રિપોર્ટ્સ હતા કે ફિલ્મના મેકર્સે તેને બહાર કરી છે પણ અસલી કારણ ફિલ્મનો ઇન્ટીમેટ સીન છે.

View this post on Instagram

Lock the date !!

A post shared by Emraan Hashmi (@therealemraan) on

કૃતિએ એક સીનમાં લીપલોક કરવાનો હતો. એક સીનમાં કૃતિને એક એક્ટર સાથે ઇન્ટીમેટ થવાનું હતું અને ઇમરાન હાશમીને તેને દૂરથી જોવાનું હતું. કૃતિને આ સીન કરવામાં પ્રોબ્લેમ હતી તેથી તેણે ફિલ્મ કરવાની ના પાડી દીધી. હવે મેકર્સે તેની જગ્યાએ અંકિતા લોખંડેને લેવાનું પસંદ કર્યું છે.

ફરહાન અખ્તરની ‘તૂફાન’ના પહેલા શોટનો મેકિંગ વિડીયો જાહેર થયો, જુઓ ફરહાનની મહેનત

અંકિતાને આ ફિલ્મની સ્ટોરી ગમી છે પણ હજુ તેણે આ ફિલ્મ સાઈન નથી કરી. જો અંકિતા આ ફિલ્મ કરે તો ‘ચેહરે’ તેની ત્રીજી ફિલ્મ હશે. અંકિતાએ કંગના રનૌતની ફિલ્મ ‘મણિકર્ણિકા’થી ડેબ્યુ કર્યું હતું. આ સિવાય તે બાગી ૩માં રિતેશ દેશમુખ સાથે દેખાશે. અંકિતા ટીવી સિરીયલ ‘પવિત્ર રિશ્તા’થી જાણીતી બની હતી જેમાં તેની સાથે સુશાંત સિંહ રાજપૂત પણ હતો.

Image source: Instagram

0 comments on “બિગ બી-ઇમરાનની ફિલ્મ ‘ચેહરે’માં કૃતિ ખરબંદાની જગ્યાએ હવે આ અભિનેત્રીની એન્ટ્રી

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: