Bollywood

તાનાજી ટ્રેલર: શું ‘ઓમકારા’ની જેમ અજય દેવગણ પર ભારી પડશે સૈફ અલી ખાન?

લાંબા સમય બાદ સૈફ અલી ખાન અને અજય દેવગણ ફરી વાર એક જ ફિલ્મમાં એકબીજાની સામે જોવા મળશે. ફિલ્મ તાનાજીનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે અને અજય દેવગણ આ ફિલ્મમાં તાનાજી માલસુરેનું પાત્ર ભજવી રહ્યો છે. સૈફ અલી ખાન ઉદય ભાનનું પાત્ર ભજવી રહ્યો છે અને તે પ્રોમિસિંગ લાગી રહ્યું છે.  જુઓ ટ્રેલર:

જો અભિનય અને પ્રેઝન્સની વાત કરીએ તો સૈફ અલી ખાન અજય દેવગણ પર ભારી પડી રહ્યો છે. આ ટ્રેલર રિલીઝ થયા બાદ ફરી આ બંને અભિનેતાઓની સરખામણી શરુ થઈ ગઈ છે. અગાઉ ‘ઓમકારા’માં પણ સૈફ અલી ખાન વધુ દમદાર અભિનેતા તરીકે ઉભરી આવ્યો હતો.

નેતાઓ પર ભડક્યા ઋષિ કપૂર, કહ્યું- વિદેશમાં કલાકારોને સન્માન મળે છે, ભારતમાં નહીં

વર્ષ ૨૦૦૬માં આવેલી ફિલ્મ ‘ઓમકારા’માં સૈફ અલી ખાને લંગડા ત્યાગીનો રોલ કર્યો હતો અને તેણે બેસ્ટ વિલનના રોલ માટે ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો. હવે આ ફિલ્મ જોઈએ ત્યારે વધુ ખબર પડશે! ‘તાનાજી: ધ અનસંગ વોરિયર’ આવતા વર્ષે ૧૦ જાન્યુઆરીના રિલીઝ થઈ રહી છે.

Image source: Instagram

0 comments on “તાનાજી ટ્રેલર: શું ‘ઓમકારા’ની જેમ અજય દેવગણ પર ભારી પડશે સૈફ અલી ખાન?

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: