Television

ITA Awards: કપિલના શોએ વિવિધ કેટેગરીમાં અડધો ડઝન એવોર્ડ જીત્યા, પણ શોનો ‘હીરો’ જ ગાયબ!

લોકપ્રિય કોમેડિયન કપિલ શર્માએ તેના કરિયરમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. ‘ધ કપિલ શર્મા શો’ના હાર્દ સમા કોમેડિયન સુનિલ ગ્રોવરના શો છોડીને ચાલ્યા જવાથી શોની TRPને ઘણું નુક્સાન થયું હતું. આ પછી કપિલ ઘણો તણાવમાં જતો રહ્યો હતો. પરંતુ હવે ફરી એક વખત કપિલના સિતારા ચમકી ગયા છે. ધીમે ધીમે શો રફતાર પકડી રહ્યો છે અને સફળતા કપિલના ચરણે આવી છે.

હાલમાં જ કપિલના ‘ધ કપિલ શર્મા શો’એ ઇન્ડિયન ટેલિ એકેડમી એવોર્ડ્સ (ITA) ના સમારોહમાં કુલ 6 એવોર્ડ્સ પોતાના નામે કરી લીધા છે. આ ખુશીને શોના કલાકારોએ ખાસ અંદાજમાં પ્રસ્તુત કરી હતી. કોમેડિયન કૃષ્ણા અભિષેકે પોતાના સોશિયલ મીડિયા પર ઉજાણીની કેટલીક તસવીરો શેર કરી છે. તસવીરમાં એક મોટું ગોળ ટેબલ અને તેની પર જીતેલા એવોર્ડ્સ મૂકેલા દેખાઈ રહ્યા છે. આ પણ વાંચો: ઓળખો આ એક્ટ્રેસને, જેને તમે રોજ જુઓ છો ટીવી સ્ક્રીન પર !

તસવીરમાં કીકુ શારદા, કૃષ્ણા અભિષેક, સુમોના ચક્રવર્તી, અર્ચના પુરણ સિંહ અને શોના મેકર ભારત કુક્રેતી પણ નજરે પડી રહ્યા છે. પરંતુ શોનો હીરો ખુદ કપિલ શર્મા આ ઉજાણીમાં જોડાઈ શક્યો નહોતો. તેની પાછળના કારણની હાલ જાણ નથી. સલમાન ખાન તેના શોનું પ્રોડક્શન કરી રહ્યો છે.

Image Courtesy: Instagram/ Krushna Abhishek

0 comments on “ITA Awards: કપિલના શોએ વિવિધ કેટેગરીમાં અડધો ડઝન એવોર્ડ જીત્યા, પણ શોનો ‘હીરો’ જ ગાયબ!

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: