ગુજરાતી સિનેમા Movies

ડેઈઝી શાહ ‘ઢોલીડા’ પર મન મૂકીને રમી ગરબા, જુઓ વીડિયો

બોલીવુડ એક્ટ્રેસ ડેઈઝી શાહ હાલ પોતાની અપકમિંગ ગુજરાતી ફિલ્મ ‘ગુજરાત 11’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ ડેઈઝી શાહની ગુજરાતી ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ ફિલ્મ છે. સાથે જ ‘ગુજરાત 11’ પહેલી ગુજરાતી સ્પોર્ટ્સ ફિલ્મ છે. આ જ ફિલ્મમાં ડેઈઝી શાહ ગરબા રમતી દેખાઈ છે.

ફિલ્મ ‘ગુજરાત 11’નું પહેલું ગીત ‘ઢોલીડા’ રિલીઝ થઈ ચૂક્યુ છે. આ ગરબામાં ડેઈઝી શાહ મન મૂકીને ગરબા રમતી દેખાઈ રહી છે. બ્લૂ કલરના ચણિયાચોળીમાં હાથમાં દાંડિયા સાથે ડેઈઝી શાહનો ગુજ્જુ ગર્લવાળો અંદાજ મનમોહક છે.

અહીં જુઓ વીડિયો

આ ગીતમાં ડેઈઝી શાહની સાથે બોલીવુડ સિંગર રૂપકુમાર રાઠોડ પણ દેખાઈ રહ્યા છે. રૂપકુમાર રાઠોડ ગરબા સિંગર તરીકે ગીતમાં દેખાઈ રહ્યા છે, જ્યારે ડેઈઝી શાહ ગરબા રમી રહી છે. ફિલ્મમાં ગીત પણ રૂપકુમાર રાઠોડે જ ગાયું છે. જ્યારે ગીતના શબ્દો દિલીપ રાવલે લખ્યા છે. ઉલ્લેખનીય છે કે ફરી એકવાર રૂપકુમાર રાઠોડ ગુજરાતી ગીત ગાઈ રહ્યા છે.

આ પણ વાંચોઃમલ્હાર ઠાકરની ફિલ્મ ‘વિકીડાનો વરઘોડા’નું શૂટિંગ પુરુ, ફિલ્મનું સ્ટુડન્ટ ઓફ ધી યર સાથે છે કનેક્શન!

ઉલ્લેખનીય છે કે પહેલી ગુજરાતી સ્પોર્સ્ટ ફિલ્મ ‘ગુજરાત 11’ 28 નવેમ્બરે થિયેટર્સમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મને જાણીતા ડિરેક્ટર જયંત ગિલાટરે ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં ડેઈઝી શાહની સાથે પ્રતીક ગાંધી અને કવિન દવે પણ દેખાશે.

0 comments on “ડેઈઝી શાહ ‘ઢોલીડા’ પર મન મૂકીને રમી ગરબા, જુઓ વીડિયો

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: