ગુજરાતી સિનેમા

‘હેલ્લારો’નો હેલો: દરેક જમાનાને મંજરી મળે!

હેલ્લારો ફિલ્મ એ પડદા પર આકાર પામતી એક ક્લાસિક નવલકથા છે, જેમાં બધું જ રિએક્શમાં નીપજ્યું છે. સીધી વાતો, સીધાં દૃશ્યો અને સીધા બનાવોને ટાળીને વાત દર્શકો સમક્ષ મૂકી છે. આ ‘સીધું ન કહી દેવાની ટેક્નિક’ જ દર્શકોને (આશરે) ૧૨૧ મિનીટ સુધી સિનેમાઘરની બહાર જવા દેતી નથી

છેલ્લા બે-ત્રણ મહિનાથી સિનેમા અને સાહિત્યના શોખીનો ભેગા થાય ત્યારે એમની વચ્ચે હેલ્લારોની ચર્ચા કોમન રહેતી હતી. ૮૭ વર્ષના ગુજરાતી ફિલ્મના ઈતિહાસમાં પ્રથમ ફિચર ફિલ્મ કે જેને બેસ્ટ નેશનલ ફિલ્મનો એવોર્ડ મળ્યો ત્યારથી ગરબા અને ઢોલની વાતો સોશિયલ મીડિયા સહિત દરેક જગ્યાએ છવાઈ ગઈ છે, જેથી દરેકને ફિલ્મને લઈને ઉત્સુકતા હતી.

મારી વાત કરું તો છેલ્લા દોઢ થી બે વર્ષથી આ ફિલ્મની નાનામાં નાની પ્રગતિની વાતો ‘સ્પાર્ક પ્રોડ્ક્શન’ની ટીમ, અને ખાસ કરીને જય પોકાર પાસેથી સાંભળવા મળતી ત્યારે એક એવો ડર લાગતો હતો કે કદાચ મારી અપેક્ષા પિક્ચર પાસેથી એટલી બધી વધારે થઈ જશે તો નિરાશ ન થવું પડે. પણ ચિયર્સ ટુ હેલ્લારો!

72450296_139925427362065_2941010746068172800_o

હેલ્લારો ફિલ્મ એ પડદા પર આકાર પામતી એક ક્લાસિક નવલકથા છે, જેમાં બધું જ રિએક્શમાં નીપજ્યું છે. સીધી વાતો, સીધાં દૃશ્યો અને સીધા બનાવોને ટાળીને વાત દર્શકો સમક્ષ મૂકી છે. આ ‘સીધું ન કહી દેવાની ટેક્નિક’ જ દર્શકોને (આશરે) ૧૨૧ મિનીટ સુધી સિનેમાઘરની બહાર જવા દેતી નથી. દા.ત., ઢોલી લગભગ ઢોલ ઊંધો ઊભીને વગાડે છે. આ પણ વાંચો: મલ્હાર ઠાકરની ફિલ્મ ‘વિકીડાનો વરઘોડા’નું શૂટિંગ પુરુ, ફિલ્મનું સ્ટુડન્ટ ઓફ ધી યર સાથે છે કનેક્શન!

ગરબાથી ગરબા સુધીની આ હેલ્લારો સફરમાં હેલ લઈને પાણી ભરવાના બહાને આઝાદી મેળવતી સ્ત્રીઓના ઈમોશનની વાતને કેન્દ્રસ્થાને રખાયેલી છે. આ રીતે જોઈએ તો અહીં મુખ્ય પાત્ર તરીકે સ્ત્રી સંવેદના છે, જેના કેન્દ્રમાંથી દરેક દિશામાં વાર્તા ખીલી છે; વાર્તાને આગળ વધારતાં મુખ્ય પાત્રો ખીલ્યાં છે – ખાસ કરીને શ્રધ્ધા ડાંગર (મંજરી), નીલમ પંચાલ (લીલા), મૌલિક નાયક (ભગલો) અને જયેશ મોરે (મૂળજી).

ઈમરજ્ન્સીનો ઉલ્લેખ કરીને ફિલ્મની શરૂઆતમાં જ જાણે કે આગોતરા સંકેત આપી દીધા છે કે પિક્ચર કઈ દિશામાં આગળ વધશે. મૂળજી ઢોલીની પણ એક વાર્તા છે. જે રીતે મંજરી અને લીલાના સંવાદો સીટી મારવા મજબૂર કરી દે છે, તેવી જ રીતે મૂળજી ઢોલીનાં સંવાદોને પણ એટલો જ ન્યાય અપાયો છે. મૂળજી (જયેશ મોરે) એ એક્ટિંગમાં ઝીણું કાંત્યુ છે.

આ પણ વાંચો: Movie Review: મિ.કલાકાર…કેવી છે ફિલ્મમાં કલાકારી ? વાંચો મળ્યા કેટલા સ્ટાર ?

ગરબા માટેની તડપ કઈ ગુજરાતણમાં ન હોય? અને જ્યાં માત્ર ખારા પવન અને મૂંગા ભૂંગાનું જ અસ્તિત્વ હોય,  અંદર ઈચ્છઓનો સાગર હોય પણ એ સાગર પર સવારી કરવા માટે સાહસ જોઈએ અને એ સાહસ કરનાર એક હોય તો પણ એની પાછળ દરેક વ્યક્તિ ચાલે છે. એવું જ કાઈક પાત્ર મંજરીનું છે.

71840009_139925597362048_2905666094389788672_oશ્રધ્ધા અને અંધશ્રધ્ધા તથા રિવાજો અને લાગણી વચ્ચે આકાર પામતી ફિલ્મનુ ક્લાઈમેક્સ પિક્ચરને ચાર ચાંદ લગાવી દે છે. સંઘર્ષનું તત્વ એટલું તીવ્ર બને છે કે અંતિમ દૃશ્ય પૂરું થતા તાળીઓ ન વાગે તો જ નવાઈ! આ ઉપરાંત સૌમ્ય જોશી દ્વારા લખાયેલા સંવાદો પણ ચોટદાર છે. કેટલાક ઉ.દા. લઈએ તો…

  • “મડદાંને દોઢ વર્ષે ખબર પડી કે એ જીવતું છે!”
  • “નિયમો એમના ને રમતે ય એમની. એના ભાગ નહીં બનવાનું. ભોગ બન્યા એટલું બહુ છે.”
  • “અમુક ભાયડાઓને માવડી અસ્ત્રી જેવાં હૈયાં આપે છે.”
  • “માવડી આવે નય, માવડી હોય!”

હા, શુદ્ધ ગુજરાતી ભાષાનો પ્રશ્ન ક્યાંક ક્યાંક થઈ આવે છે, એ ખરું!

– પૂજન જાની

0 comments on “‘હેલ્લારો’નો હેલો: દરેક જમાનાને મંજરી મળે!

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: