Bollywood

અમિતાભની આવનારી ફિલ્મ ‘ઝુંડ’ કાનૂની વિવાદમાં ફસાઈ, કૉપીરાઈટ મુદ્દે મોકલાઈ નોટીસ

કેટલીક ફિલ્મો રિલીઝ થતા પહેલાં જ વિવાદોમાં ફસાઈ જાય છે. આવું જ કંઈક મહાનાયક અમિતાભ બચ્ચનની એક ફિલ્મ સાથે થયું છે. અમિતાભની અપકમિંગ ફિલ્મ ‘ઝુંડ’ રિલિઝ થતા પહેલાં જ કાનૂની વિવાદોમાં ફસાઈ છે. ફિલ્મના ડાયરેકટર અને પ્રોડ્યૂસર નાગરાજ મંજુલે, ટી સિરીઝના ચેરમેન ભૂષણકુમાર અને અભિનેતા અમિતાભ બચ્ચન વિરુદ્ધ કોપીરાઈટના ઉલ્લંઘન બદલ ફિલ્મ મેકર નંદી ચીનીકુમારે નોટિસ મોકલાવી છે.

08_34_063845549aamitabh-bachchan
નંદીના જણાવ્યા મુજબ તેમણે એક સ્લમ સોકર (ફૂટબોલ) ખેલાડી અખિલેશ પોલના જીવન પર ફિલ્મ બનાવવાના અધિકાર ખરીદ્યા હતા, જેના પરથી તેમણે અખિલેશના જીવન પર ‘સ્લમ સોકર’ નામની ફિલ્મ બનાવવાની યોજના બનાવી હતી. અખિલેશ નાગપુરની એક વસ્તીમાં જન્મ્યો હતો અને નશાનો બંધાણી હતો. પોતાની મહેનત અને ઝનૂનના આધારે તે હોમલેસ વર્લ્ડકપમાં ભારતનો કપ્તાન બન્યો હતો. નંદીના જણાવ્યા મુજબ નાગરાજે અખિલેશ પાસેથી 4 લાખ રૂપિયામાં અધિકાર ખરીદવાનો દાવો કર્યો છે. આ પણ વાંચો: સુશાંત સિંહ રાજપૂતની ‘દિલ બેચારા’ આ દિવસે રિલીઝ થશે, હાલ અભિનેતા ડેન્ગ્યુનો શિકાર
Collage Frame Pro_2019111812148858

નંદીએ જણાવ્યું કે, હવે નાગરાજ તેની સાથે કોઈ કાગળ વગર સેટલમેન્ટ કરવા માટે દબાણ કરી રહ્યા છે અને તેમને અપમાનિત કરી રહ્યા છે. ફિલ્મમેકરનો દાવો છે કે તેઓએ 11 જૂન, 2018ના રોજ તેલંગણા સિનેમા રાઇટર ઍસોસિયેશનમાં ફિલ્મની નોંધણી કરાવી હતી. આ પણ વાંચો: ૨૩ વર્ષથી ફિલ્મોમાંથી ગાયબ છે મીનાક્ષી શેષાદ્રી, કુમાર સાનુને હતો એકતરફી પ્રેમ

ફિલ્મ ‘ઝુંડ’ એક રિટાયર્ડ સ્પોર્ટ્સ શિક્ષક વિજય બરસેના જીવન પર આધારિત છે. વિજયે 2001માં સ્લમ સોકર નામની એક એનજીઓ બનાવી હતી. આ સંસ્થાનું કામ ઝૂંપડપટ્ટીના બાળકોને ટ્રેનિંગ આપીને ફૂટબોલ રમવા માટે પ્રેરિત કરવાનું છે.

Image Source : Instagram/ Zund

0 comments on “અમિતાભની આવનારી ફિલ્મ ‘ઝુંડ’ કાનૂની વિવાદમાં ફસાઈ, કૉપીરાઈટ મુદ્દે મોકલાઈ નોટીસ

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: