Bollywood

ઈમરાન હાશમીની સસ્પેન્સ થ્રિલર ફિલ્મ ‘ધ બોડી’નું ટ્રેલર રિલીઝ, ઋષિ કપૂરની પડદા પર વાપસી

અમેરિકાથી સારવાર કરાવીને પાછા ફર્યા બાદ ઋષિ કપૂરની ફિલ્મ ‘ધ બોડી’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ સ્પેનિશ ફિલ્મ El Cuerpoની ઓફિશિયલ રિમેક છે જેને જીતુ ડિરેક્ટ કરી રહ્યા છે. જીતુ અગાઉ અજય દેવગણ સાથે દ્રશ્યમ જેવી સફળ ફિલ્મ બનાવી ચૂક્યા છે.

ધ બોડી એક સસ્પેન્સ થ્રિલર ફિલ્મ છે જેમાં ઈમરાન હાશમી સાથે શોભિતા ધૂલીપાલા જોવા મળશે. તો ઈમરાન હાશમીએ ઋષિ કપૂર સાથે પહેલીવાર કામ કર્યું છે. શોભિતા અને ઈમરાને વેબ સિરીઝ બાર્ડ ઓફ બ્લડમાં સાથે કામ કર્યું છે.

રોમાન્ટિક થ્રિલર ફિલ્મો માટે જાણીતો ઈમરાન હાશમી આ ફિલ્મમાં પોતાના જૂના અંદાજમાં જોવા મળશે. ઋષિ કપૂર આ ફિલ્મમાં પોલીસ ઓફિસરનો રોલ કરી રહ્યા છે.

સુશાંત સિંહ રાજપૂતની ‘દિલ બેચારા’ આ દિવસે રિલીઝ થશે, હાલ અભિનેતા ડેન્ગ્યુનો શિકાર

આ ફિલ્મની વાર્તા એક ગાયબ થયેલી ફીમેલ ડેડ બોડીની આસપાસ ફરે છે, જે ઈમરાન હાશમીની પત્નીની છે. પોલીસ મિસિંગ બોડીની તપાસ કરે છે જેથી હત્યાનું કારણ અને મર્ડરરની ખબર પડી શકે. ફિલ્મ ૧૩ ડિસેમ્બરના રિલીઝ થઈ રહી છે. જુઓ ટ્રેલર:

Image source: Instagram

0 comments on “ઈમરાન હાશમીની સસ્પેન્સ થ્રિલર ફિલ્મ ‘ધ બોડી’નું ટ્રેલર રિલીઝ, ઋષિ કપૂરની પડદા પર વાપસી

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: