Bollywood

૨૩ વર્ષથી ફિલ્મોમાંથી ગાયબ છે મીનાક્ષી શેષાદ્રી, કુમાર સાનુને હતો એકતરફી પ્રેમ

આજે દિગ્ગજ અભિનેત્રી મીનાક્ષી શેષાદ્રીનો જન્મદિવસ છે. મીનાક્ષીએ દામિની, ઘાતક, ઘાયલ, હીરો, મેરી જંગ, શહનશાહ, તૂફાન, ઘર હો તો ઐસા જેવી સુપરહિટ ફિલ્મો આપી છે. તેમણે ૮૦ અને ૯૦ના દાયકામાં બોલીવુડમાં રાજ કર્યું અને તમિલ અને તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું. આજે તેમના જન્મદિવસ પર કેટલીક રસપ્રદ વાતો જાણીએ.

મીનાક્ષી શેષાદ્રીનો જન્મ ૧૬ નવેમ્બર ૧૯૬૩ના ઝારખંડના સિંદરીમાં એક તમિલ પરિવારમાં થયો હતો. તેમણે ફક્ત ૧૭ની ઉંમરે ૧૯૮૧માં મિસ વર્લ્ડનો તાજ પોતાના નામે કર્યો હતો. ત્યારબાદ પેન્ટર બાબૂ ફિલ્મથી તેમણે બોલીવુડમાં ડેબ્યુ કર્યું. ૧૯૯૧ અને ૧૯૯૪માં તેમને ક્રમશ: જુર્મ અને દામિની માટે ફિલ્મફેર એવોર્ડથી નવાજવામાં આવ્યા.

આ પણ વાંચો: સદાબહાર રેખાનો જન્મદિવસ: જેમની આંખોની મસ્તીના આજે પણ હજારો મસ્તાના છે

View this post on Instagram

#hero1983

A post shared by MeenakshiSeshadri (@meenakshi_seshadri) on

બોલીવુડ પર રાજ કર્યા બાદ મીનાક્ષી શેષાદ્રીએ ૧૯૯૫માં ઇન્વેસ્ટમેન્ટ બેન્કર હરીશ મૈસૂર સાથે લગ્ન કર્યા અને અમેરિકામાં રહેવા લાગ્યા. તેમને દીકરી કેન્દ્રા અને દીકરો જોશ છે. છેલ્લે તેઓ ૧૯૯૬માં ઘાતક અને સ્વામી વિવેકાનંદમાં જોવા મળ્યા હતા. તેઓ બોલીવુડમાં ૨૩ વર્ષથી ગાયબ છે પણ તેમણે ડાન્સનો શોખ જાળવી રાખ્યો છે. ટેક્સાસમાં મીનાક્ષી ‘ચેરિશ ડાન્સ સ્કૂલ’ ચલાવે છે અને ભરતનાટ્યમ, કુચીપુડી, કથક, ઓડીસી જેવા ક્લાસિકલ ડાન્સ શીખવે છે.

આ પણ વાંચો: બીમારી વખતે ઈલાજ કરી રહેલા ડોક્ટરથી વૈજયંતી માલાને પ્રેમ થઈ ગયો હતો, પછી..

એક રિપોર્ટ મુજબ મીનાક્ષીની ફિલ્મ ‘જુર્મ’માં કુમાર સાનુએ ‘જબ કોઈ બાત બિગડ જાએ’ ગીત ગાયું હતું. પ્રીમિયર શો દરમ્યાન કુમારની મુલાકાત મીનાક્ષીથી થઈ. કહેવાય છે કે મીનાક્ષીને જોઈને જ કુમાર તેમના પ્રેમમાં પડી ગયા હતા પણ તેમનો સંબંધ કોઈ મુકામે ન પહોંચ્યો. આ સિવાય મીનાક્ષીનું નામ ડિરેક્ટર રાજકુમાર સંતોષી સાથે જોડાયું હતું પણ છેવટે મીનાક્ષીએ ઇન્વેસ્ટમેન્ટ બેન્કર હરીશ મૈસૂર સાથે લગ્ન કર્યા.

આ પણ વાંચો: મીના કુમારીને ‘ત્રણ તલાક’નો સામનો કર્યા બાદ ઝીનત અમાનના પિતાથી લગ્ન કરવા પડ્યા હતા!

Image source: Instagram

0 comments on “૨૩ વર્ષથી ફિલ્મોમાંથી ગાયબ છે મીનાક્ષી શેષાદ્રી, કુમાર સાનુને હતો એકતરફી પ્રેમ

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: