ગુજરાતી સિનેમા Movies

મલ્હાર ઠાકરની ફિલ્મ ‘વિકીડાનો વરઘોડા’નું શૂટિંગ પુરુ, ફિલ્મનું સ્ટુડન્ટ ઓફ ધી યર સાથે છે કનેક્શન!

ગુજરાતી ફિલ્મોના સ્ટાર એક્ટર મલ્હાર ઠાકરની નવી ફિલ્મની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. મલ્હાર ઠાકરની છેલ્લી રિલીઝ થયેલી ફિલ્મ ‘સાહેબ’ ફિલ્મમાં દેખાયા હતા. સાહેબ ફેબ્રુઆરીમાં રિલીઝ થઈ હતી. ત્યાર બાદ મલ્હાર ઠાકરની ફિલ્મ ‘સારાભાઈ’ની જાહેરાત થઈ હતી. જો કે સારાભાઈ ક્યારે રિલીઝ થશે તે હજી જાહેર નથી થયું. પરંતુ મલ્હારના ફેન્સ માટે સારા સમાચાર એ છે કે તેમની અપકમિંગ ફિલ્મ ‘વિકીડાનો વરઘોડો’નું શૂટિંગ પુરુ થઈ ચૂક્યુ છે.

ખુદ મલ્હાર ઠાકરે ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મના ડિરેક્ટર અને કૉ એક્ટર્સ સાથેનો ફોટો શૅર કરીને આ જાહેરાત કરી છે. મલ્હાર ઠાકરે શૅર કરેલા ફોટોમાં તેમની સાથે ફિલ્મના ડિરેક્ટર રાહુલ ભોલે, વિનીત કનોજિયા, કૉ એક્ટર્સ જીનલ બેલાણી, મોનલ ગજ્જર અને માનસી રાચ્છ દેખાઈ રહ્યા છે.

આ ફોટો પોસ્ટ કરવાની સાથે મલ્હારે લખ્યું છે,’શૂટિંગ પૂર્ણ! કહેવાય છે કે બધી જ સારી બાબતોનો અંત આવવો જ જોઈએ. અને એવું જ થયું. આ વિકીડાનો વરઘોડોનો છેલ્લો દિવસ હતો. રાહુલ ભોલે અને વિનીત કનોજિયા બંને ટેલેન્ટેડ ડિરેક્ટર્સને હું મિસ કરીશ.’ આ ફિલ્મનું શૂટિંગ 15 ઓક્ટોબરે શરૂ થયુ હતું અને 15 નવેમ્બરે ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ચૂક્યુ છે. મળતી માહિતી પ્રમાણે આ ફિલ્મ વિદ્યાનગર, અમદાવાદ, હાલોલ, પાવાગઢ અને ભાવનગરમાં શૂટ થઈ છે. હવે ફિલ્મનું પોસ્ટ પ્રોડક્શન શરૂ થશે.

આ પણ વાંચોઃ ઓળખો આ એક્ટ્રેસને, જેને તમે રોજ જુઓ છો ટીવી સ્ક્રીન પર !

વિકીડાનો વરઘોડોની ખાસ વાત એ છે આ ફિલ્મ સાથે વધુ એક બોલીવુડ એક્ટર ગુજરાતી ફિલ્મોમાં આવી રહી છે. સ્ટુડન્ટ ઓફ ધી યર અને મુજસે ફ્રેન્ડશિપ કરોગે જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી માનસી રાચ્છ આ ફિલ્મથી ગુજરાતી ફિલ્મોમાં ડેબ્યુ કરી રહી છે.

 

ઉલ્લેખનીય છે કે ‘વિકીડાનો વરઘોડો’માં મલ્હાર ઠાકરની સાથે જીનલ બેલાણી અને મોનલ ગજ્જર પણ છે. મોનલ ગજ્જર ડિરેક્ટર ડ્યુઓ રાહુલ ભોલે, વિનીત કનોજિયા સાથે ફિલ્મ ‘રેવા’માં બાદ ફરી એકવાર કામ કરી રહ્યા છે.

0 comments on “મલ્હાર ઠાકરની ફિલ્મ ‘વિકીડાનો વરઘોડા’નું શૂટિંગ પુરુ, ફિલ્મનું સ્ટુડન્ટ ઓફ ધી યર સાથે છે કનેક્શન!

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: