Bollywood

‘તાનાજી: ધ અનસંગ વોરિયર’નું ટીઝર રિલીઝ, અજય દેવગણની આ ૧૦૦મી ફિલ્મ

અજય દેવગણની પીરિયડ ડ્રામા ફિલ્મ તાનાજી: ધ અનસંગ વોરિયરનું ટીઝર રિલીઝ થઈ ગયું છે. આ સાથે ફિલ્મના ટ્રેલરની તારીખ પણ જણાવવામાં આવી છે. ૧૯ નવેમ્બરના ફિલ્મનું ટ્રેલર રિલીઝ થશે.

ટીઝરની વાત કરીએ તો અજય દેવગણ રણભૂમિમાં મરાઠાઓનો ઝંડો લઈને પૂછે છે- સ્વરાજ સે બઢકર ક્યા? તાનાજીનું ટીઝર પ્રોમિસિંગ છે. અજય સાથે સૈફ અલી ખાન પણ લીડ રોલમાં છે. તો અજયની પત્ની કાજોલનો કેમિયો પણ જોવા મળશે. આ ફિલ્મ ૧૦ જાન્યુઆરી ૨૦૨૦ના રિલીઝ થશે.

અક્ષય કુમારે હવન કરીને ‘પૃથ્વીરાજ’નું શૂટિંગ શરુ કર્યું, મિસ વર્લ્ડ માનુષી કરશે ડેબ્યુ (જુઓ વિડીયો)

તાનાજીની વાર્તા ૧૭મી સદી પર બેસ્ડ છે. આ ફિલ્મનું નિર્દેશન ઓમ રાઉતે કર્યું છે. ફિલ્મ તાનાજી માલસુરેની જિંદગી પર આધારિત છે. તાનાજી માલસુરે મરાઠા સામ્રાજ્યના સંસ્થાપક છત્રપતિ શિવાજીની સેનામાં સૈન્ય નેતા હતા. ૧૬૭૦માં થયેલી સિંહગઢની લડાઈમાં આપેલા યોગદાન માટે તેમને યાદ કરવામાં આવે છે. આ ફિલ્મ અજય દેવગણ માટે બહુ જ સ્પેશિયલ છે કેમકે આ તેની ૧૦૦મી ફિલ્મ છે. સૈફ અલી ખાન ઉદય ભાન અને શરદ કેલકર છત્રપતિ શિવાજી મહારાજનું પાત્ર ભજવશે.

Image source: Instagram

0 comments on “‘તાનાજી: ધ અનસંગ વોરિયર’નું ટીઝર રિલીઝ, અજય દેવગણની આ ૧૦૦મી ફિલ્મ

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: