Bollywood

સુશાંત સિંહ રાજપૂતની ‘દિલ બેચારા’ આ દિવસે રિલીઝ થશે, હાલ અભિનેતા ડેન્ગ્યુનો શિકાર

સુશાંત સિંહ રાજપૂતની આગામી ફિલ્મ ‘દિલ બેચારા’ આવતા વર્ષે ૮ મેના રિલીઝ થવાની છે. આ ફિલ્મ મુકેશ છાબરા ડિરેક્ટ કરી રહ્યા છે અને તે હોલિવુડ ફિલ્મ ‘ધ ફોલ્ટ ઇન અવર સ્ટાર્સ’ની રિમેક છે.

અગાઉ એવા સમાચાર હતા કે આ ફિલ્મ સીધી ડિજીટલ પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે. જો કે, મેકર્સે હવે કન્ફર્મ કર્યું છે કે ફિલ્મ થિયેટરમાં રિલીઝ થશે. થોડા મહિના પહેલા ‘ધ ફોલ્ટ ઇન અવર સ્ટાર્સ’ને પાંચ વર્ષ પૂરા થયાના દિવસે ‘દિલ બેચારા’ની ગ્લીમ્પ્સ આપી હતી.

આ ફિલ્મનું સંગીત એ.આર. રહેમાન આપવાના છે અને ફિલ્મનું નિર્માણ ફોક્સ સ્ટાર સ્ટુડીયોઝ કરી રહ્યું છે. આ ફિલ્મમાં ૧૬ વર્ષની કેન્સર પીડિત છોકરીની વાત છે જેના માતા-પિતા તેને સપોર્ટ ગ્રુપમાં જવા દબાણ કરે છે અને તે ગ્રુપમાં તે અન્ય એક કેન્સરના દર્દીને મળે છે અને છોકરીને તેનાથી પ્રેમ થઈ જાય છે.

‘તાનાજી: ધ અનસંગ વોરિયર’નું ટીઝર રિલીઝ, અજય દેવગણની આ ૧૦૦મી ફિલ્મ

સુશાંત સિંહ રાજપૂત છેલ્લે છીછોરેમાં જોવા મળ્યો હતો. હાલ તે ડેન્ગ્યુને લીધે હોસ્પિટલમાં છે અને તેને બધા પ્રોજેક્ટ મુલતવી રાખ્યા છે. તો સંજના સાંઘીની આ ડેબ્યુ ફિલ્મ છે.

Image source: Instagram

0 comments on “સુશાંત સિંહ રાજપૂતની ‘દિલ બેચારા’ આ દિવસે રિલીઝ થશે, હાલ અભિનેતા ડેન્ગ્યુનો શિકાર

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: