ગુજરાતી સિનેમા Movies

Movie Review: મિ.કલાકાર…કેવી છે ફિલ્મમાં કલાકારી ? વાંચો મળ્યા કેટલા સ્ટાર ?

સ્ટારકાસ્ટઃ અક્ષત ઈરાની, પૂજા ઝવેરી, મનોજ જોશી, ફિરોઝ ઈરાની

ડિરેક્ટરઃ ફિરોઝ ઈરાની

બોલીવુડમાં પિતા પુત્ર સાથે ફિલ્મમાં કામ કરે, પિતા પુત્રને ડિરેક્ટ કરે એ વાત સામાન્ય બની ચૂકી છે. સુનિલ દત્તે સંજય દત્ત માટે રૉકી બનાવી, તો તાજેતરમાં જ સની દેઓલે કરણ દેઓલ માટે ‘પલ પલ દિલ કે પાસ’ બનાવી. અને આ જ ટ્રેન્ડ હવે ગુજરાતી સિનેમામાં પણ આવ્યો છે. ગુજરાતી ફિલ્મોમાં હિટ રહેલા શાનદાર એક્ટર ફિરોઝ ઈરાનીના પુત્ર અક્ષત ઈરાનીએ ‘મિ.કલાકાર’થી ડેબ્યુ કર્યો છે. આ ફિલ્મને ફિરોઝ ઈરાની એ જ ડિરેક્ટ કરી છે.

કહાની મેં નહીં હૈ કલાકારી!

ફિલ્મની સ્ટોરી એક એવા યુવાન(જિગર)ની છે, જેને એક્ટર બનવું છે. જો કે એના પપ્પા (મનોજ જોશી) એને વકીલ બનાવવા ઈચ્છે છે. જિગરની એક્ટિંગ કરવાની સ્ટ્રગલ ચાલે છે. સંખ્યાબંધ વખત જિગર નિષ્ફળ જાય છે. પણ આ નિષ્ફળ હીરો પાછો દિલનો ચોખ્ખો છે. નિષ્ફળ જતા જતા એને એક એવી ઘટનાની જાણ થાય છે કે એ તેનો ઉકેલ લાવવામાં તે જોડાઈ જાય છે. બસ અહીં સામનો થાય છે વિલન સામે પડે છે. આવી જ કંઈક નોર્મલ સ્ટોરી છે ફિલ્મની… ફિલ્મના મ્યુઝિક અને ગીતોની વાત ન કરીએ તો જ સારું છે. હા, પોઝિટિવ પોઈન્ટમાં છે ફિલ્મના ડાઈલોગ્સ. જય ભટ્ટ ફરી એકવાર ડાયલોગમાં કમાલ છે. ફિલ્મના કેટલાક વનલાઈનર્સ મજા આવે છે. જો સ્ટોરી મજબૂત હોત તો, હજી જામો પડત.

મનોજ જોશી છે મેન ઓફ ધી મેચ

ડેબ્યુ એક્ટર અક્ષત ઈરાની ‘મિ.કલાકાર’ નથી સાબિત થઈ શક્તા. અક્ષતને મિ. કલાકાર બનવા હજી ઘણી મહેનતની જરૂર છે. એમાંય ફિલ્મની શરૂઆતમાં તો જાણે એમનામાં પિતા ફિરોઝ ઈરાનીના જમાનાને યાદ કરાવવાની કોશિશ કરે છે. પણ ન તો હસવું આવે છે, ન તો એ જમાનો યાદ આવે છે. પૂજા ઝવેરી સુંદર લાગે છે. એની સ્માઈલ સુપરકૂલ છે.  ફિરોઝ ઈરાનીના ભાગે ખાસ કંઈ કરવાનું આવ્યું નથી. ડાઈલોગ્સમાં જય ભટ્ટે કમાલ કરી છે, તો એક્ટિંગમાં મનોજ જોશીએ. પ્લસ પોઈન્ટ છે આપણા મનોજ જોશી. ફિલ્મમાં એમના જેટલા સીન છે, એ બધા જ જોવાની મજા પડે છે. પિતા-પુત્ર વચ્ચે ઘર્ષણના સીનથી લઈને કોમેડી સીન દરેકમાં મનોજ જોશી શાનદાર છે.

આ પણ વાંચો:‘શોલે’ના ડિરેક્ટર રમેશ સિપ્પી ‘હેલ્લારો’ વિશે શું કહે છે? (જુઓ વિડીયો)

સરવાળે મિ.કલાકાર નબળી છે. સ્ટોરી સ્ક્રીનપ્લે હજી સારો થઈ શક્તો હતો. અને અક્ષત ઈરાનીએ ખાસ્સી મહેનત કરવી પડશે. ડિરેક્ટર તરીકે ફિરોઝ ઈરાની પણ નબળા સાબિત થઈ રહ્યા છે. આ વખતે ‘માણકાનો ઘા પાણકા’ જેવો નથી. આપણને તો એ જ જૂના ફિરોઝ ઈરાની કદાચ હજી જોવા ગમે.

 રેટિંગ મીટરઃ 2/5 (5માંથી 2 સ્ટાર)

0 comments on “Movie Review: મિ.કલાકાર…કેવી છે ફિલ્મમાં કલાકારી ? વાંચો મળ્યા કેટલા સ્ટાર ?

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: