Television

‘કુમકુમ ભાગ્ય’: અભિ અને પ્રજ્ઞાએ ૧૫૦૦ એપિસોડ પૂરા કર્યા!

ઝી ટીવી પર વર્ષ ૨૦૧૪થી શરૂ થયેલી સીરીયલ ‘કુમકુમ ભાગ્ય’ની લીડ-જોડી શ્રુતિ અને શબ્બિરની કૅમેસ્ટ્રી દર્શકોએ કરી પસંદ

~પાર્થ દવે

પ્રજ્ઞા અરોરા અને અભિષેક પ્રેમ મહેરા તથા તેમના પરિવારની વાર્તા રસપ્રદ રીતે રજુ કરતા ઝી ટીવીના ટોપ-રેટેડ ડ્રામા શો ‘કુમકુમ ભાગ્યે’ ૧૫૦૦ એપિસોડ પૂરા કર્યા છે.

ગ્રેસી સિંહ ફરી બનશે ‘સંતોષી મા’, લગાન અને મુન્નાભાઈ M.B.B.S. જેવી ફિલ્મો કરી છે

જાણીતી નૉવેલિસ્ટ જેન ઑસ્ટિને વર્ષ ૧૮૧૧માં લખેલી નૉવેલ ‘સેન્સ એન્ડ સેન્સિબિલીટી’ પર લૂઝલી બેઝ્ડ આ સિરીયલના પાત્રોને દર્શકોએ દિલથી વધાવ્યા છે, એમાં પણ ખાસ શ્રુતિ ઝા(પ્રજ્ઞા) અને શબ્બિર અહ્લુવાલિયા (અભિષેક)ની કૅમેસ્ટ્રી દર્શકોને ખૂબ પસંદ પડી છે જ્યારે શ્રુતિ અને શબ્બિરની દીકરીઓ બનતી મુગ્ધા છાપડેકર(પ્રાચી) અને નૈના સિંઘ(રિયા) પણ હવે પોતાની છાપ છોડી રહી છે. તે બંને અભિનેત્રીઓએ આ વર્ષે સિરીયલમાં એન્ટ્રી લીધી છે.

૨૦૧૪થી શરૂ થયેલી આ સિરીયલમાં એક વખત ૭ વર્ષનો તથા બીજી વખત ૨૦ વર્ષનો લીપ આવી ચૂક્યો છે. ધારાવાહિકો ચલાવવામાં અને દર્શકોને તેની સાથે બાંધી રાખવામાં માહેર એકતા કપૂર  હવે તેમાં કયા ટ્વિસ્ટ, ટર્ન્સ અને સરપ્રાઈઝ લાવશે તે જોવું રહ્યું. શ્રુતિ ઝા અને શબ્બિર આહ્લુવાલિયાની કારકિર્દીને પણ આ સીરીયલ થકી સારો એવો વેગ મળ્યો છે.

Image source: Instagram

0 comments on “‘કુમકુમ ભાગ્ય’: અભિ અને પ્રજ્ઞાએ ૧૫૦૦ એપિસોડ પૂરા કર્યા!

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: