ગુજરાતી સિનેમા photos

ઓળખો આ એક્ટ્રેસને, જેને તમે રોજ જુઓ છો ટીવી સ્ક્રીન પર !

આમને ઓળખ્યા કે નહીં ? આ એ એક્ટ્રેસના બાળપણના ફોટોઝ છે, જેને તમે રોજ તમારી ટીવી સ્ક્રીન પર જુઓ છો. જરા ઓળખવાનો પ્રયત્ન તો કરો. ચલો તમને હિન્ટ આપી દઈએ. આ એક્ટ્રેસને તમે રોજ કલર્સ ગુજરાતીની સિરીયલમાં જુઓ છો. હવે તો ઓળખી બતાવો !!

Mahek-bhatt-7

હજી ન ઓળખી શક્યા ? ચલો તો તમારી માટે હજી થોડું સહેલું બનાવી દઈએ. હજી એક હિન્ટ આપી દઈએ. આ એ એક્ટ્રેસના ફોટોઝ છે, જેને તમે કલર્સ ગુજરાતીની સિરીયલ ‘સાવજ – એક પ્રેમ ગર્જના’માં જુઓ છો.

Mahek-bhatt-6

હવે તો ઓળખાણ પડવી જ જોઈએ. કારણ એ આ એક્ટ્રેસ ત્યારે પણ એટલા જ ક્યૂટ લાગતા હતા. જેટલા આજે લાગે છે. ઈનફેક્ટ હાલ આ એક્ટ્રેસ વધુ ક્યૂટ છે કે બાળપણમાં એ નક્કી કરવું મુશ્કેલ છે.

Mahek-bhatt-5

ચલો, હવે તમે ન ઓળખી શક્યા હો તો અમે જ જવાબ આપી દઈ. આ ક્યૂટ, માસૂમ એક્ટ્રેસ છે મહેક ભટ્ટ. જી હાં, એટલે કે તમારી તોરલ. સાવજ એક પ્રેમ ગર્જનામાં તોરલનું પાત્ર ભજવતા મહેક ભટ્ટ લાગે છે કે બાળપણથી જ સ્ટાઈલિશ હતા. જુઓ એમના ફોટોઝ તો જુઓ.

Mahek-bhatt-4

મહેક ભટ્ટે તેમના બાળપણના કેટલાક ફોટોઝ સોશિયલ મીડિયા પર શૅર કર્યા હતા. ચિલ્ડ્રન્સ ડે નિમિત્તે મહેકે આ ફોટોઝ ફેસબુક પર શૅર કર્યા હતા. આ ફોટોઝ પર તેમના ફેન્સે ખૂબ જ શાનદાર પ્રતિભાવ આપ્યો છે.

Mahek-bhatt-3

આ ફોટો જોતા લાગે જ છે કે મહેત બાળપણથી જ એક્ટિંગમાં આવવાનો રસ્તો તૈયાર કરતા હતા. જુઓને આ ફોટામાં કેવો મોડેલની જેમ પોઝ આપી રહ્યા છે!!

Mahek-bhatt-2

ઓહ હોય… નિર્દોષતા તો ચહેરા પર છલકાય છે. સુંદર લાંબા વાળ અને વારમાં બે બોરિયામાં કેટલા સરસ લાગી રહ્યા છે મહેક.

Mahek-bhatt-1

મહેક ભટ્ટ એક્ટિંગની સાથે ડાન્સ પર પણ હાથ અજમાવતા રહે છે. કેટલાક દિવસ પહેલા તેમણે પોતાના ડાન્સ વીડિયો પણ શૅર કર્યા હતા. આ ડાન્સનો શોખ તેમને બાળપણથી જ હોય તેવું આ ફોટો જોતા લાગી રહ્યું છે.

mahek-bhatt-8

અને હવે આ જોઈ લો. આજે કેવા લાગે છે મહેક ભટ્ટ. ઉલ્લેખનીય છે કે કલર્સ ગુજરાતીની સિરીયલ ‘સાવજ એક પ્રેમ ગર્જના’માં તોરલના રોલમાં મહેકને ખૂબ જ લોકપ્રિયતા મળી છે. મહેક પણ પોતાના કામને એટલું જ એન્જોય કરતા રહે છે.

0 comments on “ઓળખો આ એક્ટ્રેસને, જેને તમે રોજ જુઓ છો ટીવી સ્ક્રીન પર !

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: