Movies Television

Exclusive:‘દયાભાભી’ પાછા આવશે કે નહીં? વાંચો ડૉ.હાથીએ શું કહ્યું ?

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આ શોના ચાહકોના મનમાં હાલ એક જ સવાલ છે. દયાભાભી એટલે કે દિશા વાકાણી ક્યારે પાછા ફરશે ? નવરાત્રિમાં એક એપિસોડ માટે દેખાયા બાદ દિશા વાકાણી પાછા શોમાંથી ગાયબ છે. દિશા વાકાણી લગ્ન બાદ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દેખાયા નથી. તેમને સિરીયલથી દૂર થયાને ખાસ્સો સમય વીતી ચૂક્યો છે.

જેમ સિરીયલના પાત્રો જેઠાલાલા, ટપુ, અને બાપુજી દયાભાભીને પાછા આવવાની રાહ જોઈ રહ્યા છે, કદાચ એનાથીય વધુ આતુરતાથી દર્શકો દયાભાભીને સ્ક્રીન પર જોવા ઉત્સુક છે. જો કે સમયાંતરે દયાભાભી આવે છે, નથી આવતા એવી ચર્ચાઓ થતી રહે છે. આ મામલે પ્રોડ્યુસર આસિત મોદી પણ નિવેદન આપી ચૂક્યા છે.

જો કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ડૉ. હાથી એટલે કે એક્ટર નિર્મલ સોનીએ પણ દયાભાભીના કમબેક પર નિવેદન આપ્યું છે. સિનેમા સાહિત્ય સાથેની ખાસ વાતચીતમાં નિર્મલ સોનીએ દયાભાભી એટલે કે દિશા વાકાણીના કમબેક પર વાત કરી.

દયાભાભી પાછા આવશે કે નહીં આ સવાલના જવાબમાં ડૉ. હાથી એટલે કે નિર્મલ સોનીએ કહ્યું,’તમે નવરાત્રિમાં જોયું જ હશે. દિશાબેને એક એપિસોડનું કેટલુંક શૂટિંગ કર્યું. મને લાગે છે કે તેઓ પાછા આવશે. કદાચ થોડો સમય લાગશે.’

આ પણ વાંચોઃડૉ.હાથી ઉર્ફે નિર્મલ સોનીએ શૉ કરતા પહેલા ક્યારેય નહોતી વાંચી ‘દુનિયાને ઉંધા ચશ્મા’ કૉલમ!! વાંચો ખાસ વાતચીત

ઉલ્લેખનીય છે કે લગ્ન બાદ દિશા વાકાણીએ મેટરનિટી લીવ લીધી ત્યારથી તેઓ શોમાં નથી દેખાયા. દિશા વાકાણીની ગેરહાજરીને લગભગ 2 વર્ષ જેટલો સમય વીતી ચૂક્યો છે.

0 comments on “Exclusive:‘દયાભાભી’ પાછા આવશે કે નહીં? વાંચો ડૉ.હાથીએ શું કહ્યું ?

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: