Bollywood

લતા મંગેશકરની તબિયતમાં સુધારો, પરિવારે આપી જાણકારી

દિગ્ગજ ગાયિકા લતા મંગેશકર છેલ્લા બે દિવસોથી હોસ્પિટલમાં દાખલ છે. વાયરલ અને શ્વાસ લેવામાં તકલીફને લીધે તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

72575900_522825978559756_5385713180702702467_n

તેમના પરિવારની જાણકારી મુજબ હવે લતાજીની તબિયતમાં હવે થોડો સુધારો જણાયો છે. તેમના સ્વાસ્થ્ય અને સલામતી માટે કરોડો પ્રશંસકો અને બોલીવુડ કલાકારો પ્રાર્થના કરી રહ્યા છે.

આ પણ વાંચો: લતા મંગેશકરની તબિયત માટે કલાકારોએ ટ્વીટ કરીને પ્રાર્થના કરી

લતા મંગેશકરના પરિવારે નિવેદન આપ્યું છે કે, “લતાની તબિયત હવે સ્થિર છે. તેઓ પહેલા કરતાં સારું અનુભવી રહ્યા છે. તમારા દરેકની પ્રાર્થના માટે ધન્યવાદ. અમે ઈચ્છીએ છીએ કે તેઓ જલ્દી સ્વસ્થ થઈ જાય જેથી તેમને ઘરે લઈ જઈ શકીએ. અમારી સાથે રહેવા માટે અને પ્રાઈવસીનો આદર કરવા માટે આભાર.”

Image source: Instagram

0 comments on “લતા મંગેશકરની તબિયતમાં સુધારો, પરિવારે આપી જાણકારી

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: