Bollywood

મધુબાલા પર બાયોપિક બનાવશે ઈમ્તિઆઝ અલી, કોણ હશે એક્ટ્રેસ?

હિન્દી ફિલ્મમેકર ઈમ્તિઆઝ અલી હટકે ફિલ્મો બનાવવા માટે જાણીતા છે. તેમની ફિલ્મો એટલી રિલેટેબલ હોય છે કે લોકો આજે પણ તે જોવાનું પસંદ કરે છે. જબ વી મેટ, તમાશા, હાઈવે, રોકસ્ટાર, લવ આજકલ જેવી હીટ ફિલ્મો આપનારા ઈમ્તિઆઝ હવે મધુબાલાની બાયોપિકને લઈને ચર્ચામાં છે.

madhubala

ઈમ્તિઆઝે બેગમ મુમતાઝ જેહાન દેહલવી એટલે કે મધુબાલાના જીવન પર ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું છે. આ ફિલ્મ માટે ડિરેક્ટરે મધુબાલાના પરિવાર પાસેથી એનઓસી પણ મેળવી લીધું છે. જો કે, આ ફિલ્મ હશે કે વેબ-સિરીઝ એ નક્કી થયું નથી. મધુબાલાએ ફિલ્મ બસંતમાં બાળ કલાકાર તરીકે એન્ટ્રી કરી હતી.

બીમારી વખતે ઈલાજ કરી રહેલા ડોક્ટરથી વૈજયંતી માલાને પ્રેમ થઈ ગયો હતો, પછી..

madhubala2

મધુબાલાના પરિવાર પાસેથી રાઈટ્સ મેળવીને ઈમ્તિઆઝે એ ચોખવટ કરી લીધી છે કે ફિલ્મમાં વાસ્તવિકતાથી અલગ કંઈ દેખાડવામાં નહીં આવે. જો કે, હજુ એક્ટ્રેસનું નામ નક્કી થયું નથી. પિન્કવિલાની રિપોર્ટ મુજબ, ટીક-ટોક પર મધુબાલા તરીકે જાણીતી બનેલી પ્રિયંકા કન્ડવાલ આ રોલ પ્લે કરશે. જો કે, મધુબાલાની બહેન મધુર બ્રિજ ભૂષણ ઈચ્છે છે કે કરીના કપૂર મધુબાલાનું પાત્ર ભજવે.

Image source: Pinterest

0 comments on “મધુબાલા પર બાયોપિક બનાવશે ઈમ્તિઆઝ અલી, કોણ હશે એક્ટ્રેસ?

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: