Bollywood

દીપિકા-રણવીરે લગ્નની પહેલી એનિવર્સરીએ તિરૂપતી બાલાજીના દર્શન કર્યા, જુઓ વિડીયો

દીપિકા પદુકોણ અને રણવીર સિંહ પોતાની પહેલી વેડિંગ એનિવર્સરી મનાવી રહ્યા છે. તેમણે કોઈ શાનદાર મહેફિલ કરવાને બદલે તિરૂપતી બાલાજીના દર્શન કરીને આ ખાસ દિવસ ઉજવ્યો છે. તેમણે મંદિરમાં પૂજા કરીને સુખી લગ્ન જીવનની કામના કરી.

દીપિકા અને રણવીરે સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યા હતા. તેઓ ટ્રેડિશનલ કપડામાં બહુ જ સુંદર લાગી રહ્યા હતા. રણવીરે ઓફ વ્હાઈટ કલરની શેરવાની તો દીપિકાએ લાલ સાડી, મોટા ઝુમકા પહેર્યા હતા.

મધુબાલા પર બાયોપિક બનાવશે ઈમ્તિઆઝ અલી, કોણ હશે એક્ટ્રેસ?

દીપિકા-રણવીરે ગયા વર્ષે ઇટલીના લેક કોમોમાં ડેસ્ટીનેશન વેડિંગ કરી હતી. લગ્ન સિંધી અને દક્ષિણ ભારતીય રિવાજથી થયા હતા. તેમની લવસ્ટોરીની શરૂઆત રામલીલા મૂવીના સેટ પર થઈ હતી. આ કપલ હવે ફિલ્મ ‘૮૩’માં સાથે જોવા મળશે.

ફિલ્મ ‘શકુંતલા દેવી’માં આ અભિનેતા બનશે વિદ્યા બાલનનો પતિ

Image source: Instagram

0 comments on “દીપિકા-રણવીરે લગ્નની પહેલી એનિવર્સરીએ તિરૂપતી બાલાજીના દર્શન કર્યા, જુઓ વિડીયો

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: