Around the WEB ગુજરાતી સિનેમા Movies

RJ રૂહાન અને મોનલ ગજ્જર કેમ કહી રહ્યા છે ‘આવુંય થાય’!

જાણીતી ગુજરાતી એક્ટ્રેસ મોનલ ગજ્જર પ્રખ્યાત વેબ સિરીઝ બસ ચા સુધીની ત્રીજી સિઝનમાં દેખાવાની છે. જો કે એ પહેલા મોનલ ગજ્જરની બીજી એક ગુજરાતી વેબસિરીઝ રિલીઝ થવા જઈ રહી છે. જી હાં, મોનલ ગજ્જર અને આરજે રૂહાનની બીજી એક ગુજરાતી વેબસિરીઝમાં સાથે દેખાવાના છે. ‘આવુંય થાય’ નામની નવી વેબસિરીઝનું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યુ છે.

બસ ચા સુધી નવી સ્ટારકાસ્ટ જાહેર થયા બાદ આરજે રૂહાનના ફેન્સને સવાલ હતો કે ત્રીજી સિઝનમાં રૂહાન કેમ નથી. જો કે હવે રૂહાન નવી વેબસિરીઝમાં દેખાવાના છે. ‘આવુંય થાય’ નામની આ વેબસિરીઝમાં આરજે રૂહાન અને મોનલ ગજ્જર સાથે દેખાશે. આ વેબસિરીઝના ટ્રેલરને દર્શકોનો સારો રિસ્પોન્સ મળી રહ્યો છે.

અહીં જુઓ ટ્રેલર

‘આવું ય થાય’ને બસ ચા સુધી ડિરેક્ટ કરનાર પ્રિયલ પટેલે ડિરેક્ટ કરી છે. સાથે જ હિરેન દોશીએ પણ ડિરેક્શનમાં તેમને સાથ આપ્યો છે. જે સિરીઝ એન્ટરટેઈનમેન્ટ પ્રેઝન્ટ આ વેબ સિરીઝની સ્ટોરી સંદીપ દવેએ લખી છે. જેઓ બસ ચા સુધીની બંને સિઝન લખી ચૂક્યા છે.

ઉલ્લેખનીય છે કે આર જે રૂહાનને બસ ચા સુધીથી ખૂબ જ લોકપ્રિયતા મળી હતી. જો કે કોઈ કારણસર તેઓ ત્રીજી સિઝનનો ભાગ નથી. અને કેટલાક સમય પહેલા આવેલી તેમની અન્ય એક વેબસિરીઝ ‘ગીત’ને નબળો પ્રતિસાદ મળ્યો હતો. ત્યારે દર્શકોને આ નવી વેબસિરીઝ પાસેથી ખૂબ આશા છે. તો આ પ્રોજેક્ટમાં જાણીતા એક્ટર સંજય ગલસર પણ આરજે રૂહાન સાથે દેખાશે.

આ પણ વાંચોઃડૉ.હાથી ઉર્ફે નિર્મલ સોનીએ શૉ કરતા પહેલા ક્યારેય નહોતી વાંચી ‘દુનિયાને ઉંધા ચશ્મા’ કૉલમ!! વાંચો ખાસ વાતચીત

કદાચ ‘આવું ય થાય’ દર્શકોને ખૂબ ગમી શકે છે. કારણ કે ખૂબ જ ચર્ચાયેલી બસ ચા સુધી વેબસિરીઝની ટીમ આરજે રૂહાન, હિરેન દોશી, પ્રિયલ પટેલ અને સંદીપ દવે સાથે કામ કરી રહ્યા છે. આ વેબસિરીઝની રિલીઝ ડેટ હજી જાહેર નથી થઈ.

0 comments on “RJ રૂહાન અને મોનલ ગજ્જર કેમ કહી રહ્યા છે ‘આવુંય થાય’!

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: