Bollywood

રાખી સાવંતના ‘નકલી પતિ’ દીપક કલાલને મેટ્રો ટ્રેનમાં મહિલાએ મારી થપ્પડ (જુઓ વિડીયો)

રાખી સાવંત સાથે લગ્ન બાબતે સમાચારોમાં આવેલો તેનો ‘નકલી પતિ’ અને કોમેડિયન દીપક કલાલ કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. હવે દીપકને મેટ્રો ટ્રેનમાં કોઈ મહિલાએ થપ્પડ મારી દીધી છે તેવા સમાચાર છે. દીપક કલાલનો વિડીયો સામે આવ્યો છે જેમાં તેની સેલ્ફી બાબતે બબાલ થાય છે અને મહિલા ઉશ્કેરાઈને તેને થપ્પડ મારી દે છે.

રાખી સાવંતે કર્યો ખુલાસો, આ કારણે પોતાના NRI પતિને બધાથી છૂપાવી રાખ્યો છે!

આ વાયરલ વિડીયોમાં દીપક એક છોકરીને કહે છે કે, “હું તને ઓળખતો પણ નથી અને તું મારી સાથે સેલ્ફી કેમ છે? હું એક સેલિબ્રિટી છું અને તારે મારી પરમિશન લેવી જોઈએ.” આ જ મામલે છોકરીએ ભડકીને તેને થપ્પડ લગાવી દીધી હતી.

જો કે, આવું પહેલી વાર નથી કે દીપક કલાલની પીટાઈ થઈ રહી હોય. અગાઉ રાખી સાવંત દીપક કલાલની પીટાઈ કરે છે તેવો વિડીયો પણ વાયરલ થયો હતો.

0 comments on “રાખી સાવંતના ‘નકલી પતિ’ દીપક કલાલને મેટ્રો ટ્રેનમાં મહિલાએ મારી થપ્પડ (જુઓ વિડીયો)

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: