Bollywood

લતા મંગેશકરની હાલત હજુ પણ નાજુક, કલાકારોએ ટ્વીટ કરીને પ્રાર્થના કરી

સ્વર કોકિલા લતા મંગેશકરને સોમવારે શ્વાસ લેવામાં તકલીફ થતાં તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રિપોર્ટ્સ મુજબ લતા મંગેશકરને ફેફસાંના ગંભીર ઇન્ફેકશનને લીધે આઈસીયુમાં રાખવામાં આવ્યા છે. લતા દીદીના સ્વાસ્થ્ય માટે દરેક લોકો પ્રાર્થના કરી રહ્યા છે ત્યારે કલાકારોએ પણ ટ્વીટ કરીને તેમના માટે પ્રાર્થના કરી હતી.

તેમણે હાલમાં જ ૨૮ સપ્ટેમ્બરના પોતાનો ૯૦મો જન્મદિન મનાવ્યો હતો. ૧૦૦૦થી વધુ ગીતો ગાનારા સ્વર સામ્રાજ્ઞીને ૨૦૦૧માં ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ચોંકી ગયા? ‘નટરાજ પોઝ’માં બેટિંગ કરનારા આ કપિલ દેવ નથી, રણવીર સિંહ છે!

Image source: Instagram

0 comments on “લતા મંગેશકરની હાલત હજુ પણ નાજુક, કલાકારોએ ટ્વીટ કરીને પ્રાર્થના કરી

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: