ગુજરાતી સિનેમા

હેલ્લારોના એક્ટર્સે મુંબઈના સ્ટેશન પર કર્યા ગરબા!

ચારે બાજુ નેશનલ એવોર્ડ વિનર ગુજરાતી ફિલ્મ હેલ્લારોની ચર્ચા છે. ફિલ્મ જેણે પણ જોઈ છે તે તમામ લોકો ફિલ્મના વખાણ કરતા થાક્તા નથી. કચ્છની પૃષ્ઠભૂમિ પર બનેલી ફિલ્મની સ્ટોરી, એક્ટિંગ, ગીતો, સંગીત, ગરબાથી લઈને બધું જ વખણાઈ રહ્યું છે. ફિલ્મના એક્ટર્સ સહિતની ટીમ પણ સફળતાનો આનંદ માણી રહી છે. ત્યારે ફિલ્મના કેટલાક એક્ટર્સનો એક વીડિયો વાઈરલ થયો છે. જેમાં તેઓ મુંબઈના સ્ટેશન પર ગરબા કરતા દેખાઈ રહ્યા છે.

જુઓ વીડિયો

આ વીડિયો જાણીતા લેખક શિશિર રામાવતે પોતાની ફેસબુક વૉલ પર શૅર કર્યો છે. વીડિયોમાં મૌલિક નાયક, આર્જવ ત્રિવેદી અને કિશન ગઢવી સહિતના કેટલાક એક્ટર્સ રેલવે સ્ટેશન પર ગરબા રમતા દેખાઈ રહ્યા છે. આ વીડિયો મુંબઈના કોઈ રેલવે સ્ટેશનનો છે. મુંબઈની લાઈફ લાઈન ગણાતી લોકલ ટ્રેનમાં એક્ટર્સ સફર કરી રહ્યા છે. ટ્રેન ઉભી રહે એટલે તેઓ સ્ટેશન પર ઉતરીને ફિલ્મના જ એક ગીત પર ગરબા રમે છે અને ફરી ટ્રેનમાં ચડી જાય છે.

આ વીડિયોમાં એક્ટર્સ જે સ્ટેપ કરી રહ્યા છે. તે ફિલ્મના તલવાર રાસના સીનનો છે.

જો કે આ વીડિયો મુંબઈના કયા સ્ટેશનનો છે તે ખ્યાલ નથી આવી રહ્યો. વળી આ વીડિયો પ્રમોશનલ એક્ટિવિટી છે કે પછી એક્ટર્સ સ્પોન્ટેનિયસલી સ્ટેશન પર ગરબા કરી રહ્યા છે, તે પણ જાણી શકાયું નથી. જો કે આખાય વીડિયોમાં તમામ લોકો ખુશ દેખાઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ‘પડદો નાનો પડે છે, અભિષેકભાઈ!’ (વાંચો કેવી છે ‘હેલ્લારો’?)

ઉલ્લેખનીય છે કે નેશનલ એવોર્ડ વિનર ગુજરાતી ફિલ્મ હેલ્લારો 8 નવેમ્બરે થિયેટરમાં રિલીઝ થઈ ચૂકી છે. અને ફિલ્મને જબરજસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મની સ્ટોરી અભિષેક શાહે લખી છે, અને તેમણે જ ફિલ્મને ડિરેક્ટ કરી છે. તો ડાઈલોગ્સ અને ફિલ્મના ગીતો સૌમ્ય જોશીએ લખ્યા છે. હેલ્લારોમાં જયેશ મોરે, શ્રદ્ધા ડાંગર, કૌશાંબી ભટ્ટ, મૌલિક નાયક, આર્જવ ત્રિવેદી લીડ રોલમાં છે.

0 comments on “હેલ્લારોના એક્ટર્સે મુંબઈના સ્ટેશન પર કર્યા ગરબા!

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: